બામણબોર જીઆઈડીસીમાં કારખાનામાંથી કાસ્ટીંગ બ્લોક ચોરી કરનાર કર્મચારી અને બે સગીર ઝડપાયા

Crime | Rajkot | 17 May, 2024 | 04:32 PM
સીસીટીવી ફૂટેજ ચેક કરતાં કંપનીમાં જ કામ કરતાં નિતેષ ભાંડાફોડ થયો: એરપોર્ટ પોલીસે અરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો: નિતેષ અગાઉ પોકસોના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું
સાંજ સમાચાર

રાજકોટ. તા.17
બામણબોર જીઆઈડીસીમાં કારખાનામાંથી કાસ્ટીંગ બ્લોક ચોરી કરનાર કર્મચારી અને બે સગીરને એરપોર્ટ પોલીસે દબોચી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે સાધુ વાસવાણી મેઈન રોડ પર આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતાં ભાવેશભાઇ જયંતીભાઈ પાબારી (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નિતેષ રમેશ જેસાણી (રહે. નવાગામ) અને અજાણ્યાં બે શખ્સોના નામ આપતાં એરપોર્ટ પોલીસે આઈપીસી કલમ 381,114 હેઠળ ગુનો નોંધી આરોપી નિતેશની ધરપકડ કાર્યવાહી કરી હતી. 

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ બામણબોર જી.આઇ.ડી.સી. આવેલ કોટેચા સ્ટીલ પ્રા.લી. નામની કંપની ચલાવે છે. કંપનીમાં ઉમેશભાઈ ઠાકરશીભાઈ શેખને મજુરોનો કોન્ટ્રાકટ આપેલ છે. તેની નીચે 11 મજરો કામ કરે છે. જેમા નીતેષ જેસાણી પણ કામ કરે છે. ગઈ તા.15 ના રોજ બુધવાર હોય જેથી ફેક્ટરીમાં રજાનો દીવસ હતો અને ગઈકાલે તેઓ સવારના કંપની પર આવેલ તો કંપનીના એચ.આર. સમીરસીંહ હરીસીંહ રાઠોડે  વાત કરેલ કે, આપડી કંપનીના પેકીંગ ડીપાર્ટમેન્ટમા રહેલ કાસ્ટીંગના બ્લોકના સેમ્પલ ગોળ અને ચોરસ  જોવામા આવતા નથી. તેઓ મેનેજર સાથે ત્યા ગયેલ અને તપાસ કરતાં કુલ 167 કાસ્ટીંગ બ્લોક લોખંડના જેનુ આશરે વજન 770 કી.ગ્રા. રૂ. 27 હજારનો મુદ્દામાલ જોવામા આવેલ નહી જેથી કાસ્ટિંગ બ્લોકની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. 

બાદમાં ઓફીસમા જઈ સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતાં તા. 15/05 ના બપોરના પોણા ત્રણથી ત્રણ વાગ્યા દરમ્યાન કારખાનામાં મજુરી કામે આવતો નીતેષ જેસાણી કંપનીમા રાખેલ ટ્રેકટરમા વેસ્ટેજ નાખવા જતા હોય તેની સાથે અન્ય બે છોકરાઓ જોવામા આવેલ અને તેઓ કાસ્ટીંગ બ્લોક ટ્રેકટરમાં નાખી કંપનીની બહાર ચોરી કરી લઈ જતાં જોવામા આવેલ હતાં. 

બનાવ અંગેની ફરીયાદ પરથી એરપોર્ટ પોલીસે ગુનો નોંધી પીઆઈ જે. આર.ગામીતની રાહબરીમાં પીએસઆઈ એ.કે.રાઠોડ અને ટીમે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી નિતેષ જેસાણી અને તેની સાથેના બે સગીર આરોપીને દબોચી લઈ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી નિતેષ અગાઉ પોકસોના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj