જેતપુર સીટી પોલીસે આરોપી વિરૂદ્ધ મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી

મનીપ્લસ મંડળીના સંચાલકે રોકાણના રૂપિયા પરત આપવાની ના પાડતા કર્મચારીનો આપઘાત

Crime | Rajkot | 15 April, 2024 | 11:57 AM
જેતપુરના વિનુભાઈ પાદરિયા રાજકોટના અલ્પેશ દોંગાની પેઢીમાં બે વર્ષથી નોકરી કરતાં દરમિયાન તેઓએ પરિચિતોના રોકેલા નાણા આપવામાં સંચાલકે હાથ ઊંચા કરી દેતાં સ્યુસાઇડ નોટ લખી જીવન ટૂંકાવી લીધું ’તું
સાંજ સમાચાર

રાજકોટ. તા.15
 

જેતપુર, રાજકોટ, સુરત સહિત અલગ અલગ શહેરોમાં મનીપ્લસ મંડળી નામે પેઢી શરૂ કરનાર રાજકોટના અલ્પેશ દોંગાએ જેતપુર બ્રાન્ચમાં નોકરી કરતાં વિનુભાઈ પાદરિયાએ તેના પરિચિતો પાસે પેઢીમાં રૂપિયા રોકાણ કરાવ્યાં બાદ સંચાલકે રૂપીયા આપવાની ના પાડતાં કંટાળેલા વિનુભાઈ પાદરિયાએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતાં જેતપુર સીટી પોલીસ મથકમાં અલ્પેશ દોંગા સામે મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

બનાવ અંગે જેતપુરમાં જૂનાગઢ રોડ પર ઉત્સવ હોટલ પાછળ નીલકંઠ પાર્કમાં રહેતાં હાર્દિકભાઇ વિનુભાઇ ઉર્ફે વિનોદભાઈ પાદરીયા (ઉ.વ.32) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલ્પેશ ગોપાલ ડોગાનું નામ આપતાં જેતપુર પોલિસે આરોપી વિરૂદ્ધ આઇપીસી કલમ 306 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે મની પ્લસ ઇનવેસ્ટમેન્ટ પોઇન્ટ નામની પેઢીમાં છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે. તેમના પિતા વિનુભાઇ ઉર્ફે વિનોદ  પણ જેતપુરમાં આવેલ મની પ્લસ ઇનવેસ્ટમેન્ટ પોઇન્ટ નામની સરાફી મંડળીમાં બે વર્ષથી નોકરી કરે છે. ફરિયાદીએ સરાફી મંડળીની સુરતમાં આવેલ શાખામાં છએક મહિના સુધી કામ કરેલ હતું અને છેલ્લા એકાદ મહિનાથી જેતપુર શાખામાં કામ કરવા આવી ગયેલ છે. અહિં શાખાનો વહિવટ તેમના પિતા કરતા હતા અને શરાફી મંડળીના માલીક અલ્પેશભાઇ દોંગા છે અને મંડળીની જેતપુર, સુરત સિવાય મોરબીમાં પણ એક બ્રાન્ચ આવેલ છે. તેની મુખ્ય ઓફિસ રાજકોટ નાના મૌવા રોડ પર એસ.બી.આઇ. બેંક ઉપર આવેલ છે.

સરાફી મંડળીની જેતપુર શાખામાં તેઓ નોકરી કરવા આવ્યા બાદ જાણવા મળેલ કે, જેતપુરમાં અમારી શાખામાં જે લોકોએ પૈસાનુ ઇન્વેસ્ટમેન્ટ કરેલ છે તે લોકોને અલ્પેશ દોંગા છેલ્લા ત્રણેક મહિનાથી રોકાણકારોના પૈસા પરત આપતા નથી અને વાયદાઓ કર્યા કરે છે. તમામ લોકોએ તેમના પિતાના કહેવાથી પૈસાનુ ઇન્વેસ્ટમેન્ટ કરેલ હોય જેથી તેઓ તેમને પૈસા પાછા અપાવવાનુ કહેતા હતાં. જેથી તેઓ અને તેના પિતા અવાર-નવાર અલ્પેશને ફોનથી અને રૂબરૂ મળી પૈસા પાછા આપવાનુ કહેતા હતા. પરંતુ તેને ફક્ત વાયદાઓ જ આપેલા પણ પૈસા પાછા આપેલા નહિ જેથી તેમના પિતા ચિંતિત રહેતા હતા.

ગઈ તા.13 ના સવારના સમયે તેમના માતા રાડારાડી કરવા લાગેલ અને તેઓએ દોડીને જોતા તેમની માતા તેમના પિતાનું માંથુ ખોળામાં લઇ બેઠા હતા અને તેમના ગાળામાં ચુંદડીનો ટુકડો ગાંઠ વાળેલ અને એક ટુકડો છત ઉપર પંખાના હુકમાં ગાંઠ વાળેલ હતો. દરમિયાન તેઓના પરિવારજનો દોડી આવેલ અને તેમના પિતાને જેતપુર સીવીલ હોસ્પીટલમાં સારવારમાં લઇ ગયેલ જ્યાં ફરજ પરના તબીબોએ તપાસી તેમને મૃત જાહેર કરેલ હતાં. 

બાદમાં જેતપુર સીટી પોલીસ ધરે સ્થળ તપાસ કરવા આવેલ ત્યારે રૂમમાંથી તેના પિતાનું પાકીટ મળી આવેલ જેમાં કોરા કાગળમાં તેઓએ  લખેલ સ્યુસાઇડ નોટ મળી આવેલ જેમાં હુ વિનુભાઈ નારણભાઇ પાદરીયા મારી જાતે આપધાતનો નીર્ણય કરૂ છુ. હુ મનીપ્લસમાં નોકરી કરૂ છુ જેના માલીક અલ્પેશભાઇ દોંગા છે જે મારા ઓળખીતા મીત્રો તથા સગા સબંઘીઓએ ડીપોઝીટ કરેલ છે તેમનુ પેમેન્ટ અલ્પેશ દોંગાને આપેલ હોય તે હવે ટાઇમસર પરત મળતુ નથી જેથી મને દુ:ખ થાય છે માટે હુ આ નીર્ણય લઉં છુ. મારા પરીવાર કે ધરનાનો કોઇ વાંક નથી સર્વને મારા જયભોલેનાથ * તેમ લખેલ હતુ.
બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સોટી પોલીસે વિનુભાઈ પાદરિયાને મરવા મજબૂર કરનાર અલ્પેશ દોંગા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj