રાજકોટ. તા.30
ગોંડલ રોડ પર આવેલ હ્યુન્ડાઇના શો-રૂમમાં કામ કરતાં કર્મીએ રૂ.19.51 લાખની ઉચાપત કરતા ભક્તિનગર પોલીસ મથકમાં છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. કોન્સેપ્ટ મોબીશના સુપરવાઈઝર માણાવદરના દિપક વાળાએ સ્પેરપાર્ટસ આપેલ પાર્ટી પાસેથી પેમેન્ટ લઈ વાપરી નાંખી 4.50 લાખના સ્પેરપાર્ટસ વેંચી નાંખ્યા હતાં.
બનાવ અંગે અમદાવાદ રહેતાં વિવેકભાઇ અશોકભાઇ ભંડારી (ઉ.વ.43) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દિપક ગોવિંદ વાળા (રહે. માણાવદર) નું નામ આપતાં ભક્તિનગર પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ હ્યુન્ડાઇ ફોરવ્હીલના સ્પેર પાર્ટનું વેચાણ કરતી કોન્સેપ્ટ મોબીશ નામની કંપનીમા વાઇસ પ્રીસીડન્ટ તરીકે નોકરી કરે છે અને કોન્સેપ્ટ મોબીશ કંપનીની રાજકોટમા બે બ્રાન્ચ છે, જેમા એક બ્રાન્ચ આજી જીઆઈડીસીમા વેર હાઉસ તરીકે છે. બીજી બ્રાન્ચ ગોડલ રોડ ઉપર આહીયા કોમર્શિયલ કોમ્પલેક્ષમા છેલ્લા ચાર વર્ષથી ખોલવામાં આવેલ છે. જ્યાંથી હ્યુન્ડાઈ કંપનીના સ્પેરપાર્ટનુ રીટેઈલમા વેચાણ કરવામાં આવે છે. જે બ્રાન્ચમા સેલ્સ એજીક્યુટીવ તરીકે કંપની તરફથી દિપક વાળાની નિમણૂક કરવામાં આવેલ હતી.
છેલ્લા બાર વર્ષથી કંપનીનુ હ્યુન્ડાઇ ફોરવ્હીલના સ્પેર પાર્ટનું હોલસેલમાં વેચાણ કરવા સારૂ આજી વસાહત જીઆઇડીસીમાં વેરહાઉસ શરૂ કરવામાં આવેલ હતુ. વર્ષ 2021 થી કંપનીએ સ્પેરપાર્ટનું રીટેઇલમાં વેચાણ કરવા ગોડલ રોડ ઉપર ઓફીસ શરૂ કરેલ હતી. તે ઓફીસમાં દીપક વાળાની નિમણૂક કરી તે ઓફીસમાં સ્પેરપાર્ટનું વેચાણ કરવાનુ, તેનુ પેમેન્ટ લેવાની અને તમામ સ્ટોકની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવેલ હતી.
તેઓને જરૂરીયાત મુજબનો સ્ટોક અમારા વેર હાઉસ માથી જતો હતો. તે ઓફીસમાથી જે રીટેઇલ સ્પેર પાર્ટનું વેચાણ થતુ અને તેનુ પેમેન્ટ આવતુ હતુ તે પેમેન્ટ દિપક કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવાના થતા હતા, જાન્યુઆરી - 2025 દરમિયાન મેઇન બ્રાન્ચ અમદાવાદ ખાતેથી ગોંડલ રોડ પર કંપનીની ઓફીસનું એકાઉન્ટ સ્ટેટસ મેળવેલ હતુ, જેમાં એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં દિપક વાળા સભાળતા હતા તે ઓફીસમાથી જુદી જુદી પાર્ટીને માલ વેચેલ અને પેમેન્ટ જમા નથી થયેલ તેવુ રૂ.11,30,793 એકાઉન્ટ સ્ટેટમેન્ટ આવેલ હતુ.
જેથી આ બાબતે આજી જીઆઇડીસીમાં આવેલ વેરહાઉસ સંભાળતા ચેતન વ્યાસને જાણ કરી તેની માહીતી મેળવવા જણાવેલ હતુ. જેથી ચેતનભાઈએ તપાસ કરી જણાવેલ કે, અમદાવાદથી આવેલ સ્ટેટમેન્ટ મુજબ દીપકએ સ્પેરપાર્ટ જે પાર્ટીને વેચેલ અને પેમેન્ટ આવવાનુ બાકી છે, તે બાબતે પાર્ટીનો સંપર્ક કરતા પેમેન્ટ પાર્ટીએ દીપકને ચુકવી દીધેલ છે અને તેને પૈસા જમા કરાવેલ નથી.
તે વાત દીપકને કહેતા થોડા દીવસમા પૈસા જમા કરાવી દેશે તેમ વાત કહેલ હતી. જાન્યુઆરી- 2025 દીપકએ 11 પાર્ટી પાસેથી કુલ રૂ.15.11 લાખ લઈ કંપનીમાં જમાં ન કરાવ્યાનુ સામે આવ્યું હતું.
તેમજ સ્ટેટમેન્ટ આધારે દીપકને જે પાર્ટીને માલ વેચેલ તે સ્પેરપાર્ટના પેમેન્ટ લેવા બાબને પાર્ટીઓ સાથે ફોનથી વાત કરવાનું કહેલ અને ચેતનભાઈએ પાર્ટી સાથે વાતચીત કરી કહેલ કે, તમામ પાર્ટીઓ સાથે વાત ચીત થઇ ગયેલ છે અને તે પાર્ટીમાથી અમુક પાર્ટીએ દીપકને તેના ફોનમાં ઓનલાઇન અથવા રોકડા ચુકવી દીધેલ છે. અમુક પાર્ટીને બીલ મુજબનો માલ તેઓએ ખરીદેલ ન હોવાનુ અને દીપકએ ઓફીસે આવવાનુ બંધ કરી દિધેલ હોવાનું કહેલ હતું.
અમદાવાદ ખાતેથી કંપનીની ઓડીટ ટીમ મોકલેલ હતી, જે ઓડીટ બાદ જાણવા મળેલ કે, પાર્ટીના બીલ હતા તે રકમ સિવાયના રૂ.4.50 લાખના સ્પેરપાર્ટ મળી આવેલ ન હતા. જેથી આરોપીએ કંપનીના વર્ષ- 2023 થી આજ સુધીમાં કંપની તરફથી મિલક્ત ઉપરના આપેલ અધિકારનો દુર ઉપયોગ કંપની તરફથી આપેલ ફોરવ્હીલના સ્પેર પાર્ટ જુદી જુદી પાર્ટીઓને વેચાણ કરી પાર્ટી ઓ પાસેથી કુલ રૂ.15,01,117 ઉઘરાવી તેમજ રૂ.4.50 લાખના સ્પેરપાર્ટ બારોબાર વેચી કુલ રૂ.19.51 લાખ કંપનીમા જમા ન કરાવી કંપની સાથે છેતરપીંડી કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy