વઢવાણ, તા. 24
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલોમાં ગાયનેક વિભાગોમાં સતત બેદરકારી ચાલી રહી છે, ત્યારે વધુ એક બેદરકારીએ મહિલાનો ભોગ લઈ લીધો છે
થાનગઢ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન 25 વર્ષીય મહિલાનું મોત થતા પરિવારજનોએ હોબાળો કર્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે આ મહિલાનું મોત ડોક્ટરની બેદરકારીથી થયું છે.
ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલોમાં ગાયનેક વિભાગોમાં સતત બેદરકારીની ફરિયાદો સામે આવી રહી છે, સાથે બેદરકારી દાખવનારા ડોક્ટરો પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. થાનગઢમાં તબીબની બેદરકારીથી એક મહિલાનું મોત!! ધાંગધ્રા થી આવેલ શ્રીરામ હોસ્પિટલ ના ડોક્ટર નિર્મળ સોલંકી દ્વારા બેદરકારી દાખવ્યાંના આક્ષેપ થાયા..! થાનગઢ સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા..! આ તકે રાજુભાઈ કરપડા દ્વારા પોતાની ટીમ સાથે હોસ્પિટલ ઉપસ્થિત રહી ટોળાને સમજાવવાનો પ્રયત્ન કરી હાલ ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલવામાં આવી છે..!મૃત્યુ પામેલી મહિલા ને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાનું ડોકટર નું ષડયંત્ર ઉઘાડું થયું.! પોતાનું પાપ છુપાવવા ડોકટરે કરી હતી રમત...!
સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી હોસ્પિટલ એટલે કે ડોક્ટરો માટે માણસોની જાન લેવાની જાણે કે પરવાનગી હોય તેઓ ઘાટ સરકારી હોસ્પિટલમાં અવારનવાર સર્જાય છે અને ખાસ કરીને થાનગઢની હોસ્પિટલમાં તો અવારનવાર અનેક પ્રકારની ફરિયાદો સામે આવે છે ત્યારે હાલમાં નસબંધીનું ઓપરેશન માટે આવેલી 25 વર્ષની યુવતીનું મોત નીપજતા ભારે હોબાળો સર્જવા પામ્યો હતો અને ડોક્ટર સામે અનેક પ્રકારના આક્ષેપો પણ થયા હોવાનું સામે આવ્યું છે અને હોસ્પિટલમાં યુવતીના સગા વાલાઓના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા મોડી રાત્રે સુધી યુવતીના સગા વાલા એ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે નસબંધીનું ઓપરેશન દરમિયાન સાજી સારી આવેલી મહિલાનું અચાનક જ આ રીતે મોત નીપજતા પરિવારમાં પણ ભારે શોખનો માહોલ થવા જેવા પામ્યો હતો અને હોસ્પિટલ ખાતે પણ મોટી માત્રામાં લોકોને જાણકારી મળતા દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો ત્યારે સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની બેદરકારી સામે આવતા તેની તપાસના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મોટી માત્રામાં લોકો ભેગા થયા હતા.
કાયદો વ્યવસ્થા કથડે નહીં અને કંઈ અનિચીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી અને પોલીસ સ્ટાફને પણ બોલાવી લેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે પરંતુ પરિવારજનોમાં રોષ જોવા મળતો હતો અને લોકોમાં પણ રોજ સામે આવ્યો હતો ત્યારે હાલમાં ફરી એકવાર થાનગઢની સરકારી હોસ્પિટલમાં બેદરકારી સામે આવી છે અને હાલમાં તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે અને મૃત પામેલી મહિલાને ડેટ બોડીને રાજકોટ લઈ જવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy