કાનપુર,તા.23
માનવ સમાજમાં પિતૃત્વ-માતૃત્વ સિદ્ધ કરવા ડીએનએ ટેસ્ટની મદદ લેવાનું ચલણ વધી ગયું છે, પણ જો આવી સમસ્યા પ્રાણી જગતમાં ઉદભવે તો શું થાય?
ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના પોલીસ સ્ટેશનમાં બકરીનું બચ્ચું કોનું એ સમસ્યાનો ઉકેલ જે રીતે આવ્યો એ જોઈ પોલીસ પણ હેરત પામી ગઈ અને બચ્ચા પર દાવો કરતી મહિલાની આંખોના ખૂણા ભીના થઈ ગયા. મામલો એવો હતો કે ચંદ્રા દેવી અને મીના કુમારી નામની બે મહિલા બકરીના બચ્ચા પર દાવો કરી રહી હતી.
ચંદ્રા દેવીની બકરી સફેદ રંગની હતી જ્યારે મીના કુમારીની બકરીનો રંગ કાળો હતો. વિવાદમાં સપડાયેલું બચ્ચું શ્વેત - શ્યામ કોમ્બિનેશનનું હતું. બચ્ચંત કોનું એનો કોઈ પુરાવો નહીં કે નહીં કોઈ સાક્ષી એવી પરિસ્થિતિમાં બચ્ચાની માને ઓળખવી કેમ?
પોલીસ સ્ટેશનના હોશિયાર ઈન્સ્પેક્ટરે બંને સન્નારીઓની વાત સાંભળી એવો તોડ કાઢ્યો જે પોલીસ જગતમાં અનોખું ઉદાહરણ બની ગયો. બંને બકરીને પોલીસ સ્ટેશનના બે સામસામે ખૂણે બાંધીએ અને કહ્યું કે ‘બચ્ચાને છૂટું મૂકો. એ પોતાની મા પાસે જઈને એનું દૂધ પીશે.’ મહિલાઓ માની ગઈ. બચ્ચાને મૂક્યું અને થોડીકવાર આમતેમ નજર ફેરવી તરત સફેદ બકરી પાસે પહોંચી
એનું દૂધ પીવા લાગ્યું. અત્યંત અઘરા સવાલનો સાચો જવાબ આસાનીથી મળી ગયો. હાજર લોકોના ચહેરા પર સ્મિત ઝળકતું હતું અને હથેળીઓ તાળી પાડી રહી હતી. હૃદય લોહીનું રક્તાભિસરણ કરતું અવયવ ખરું, પણ સાથે લાગણી - સ્નેહ - મમત્વનું કેન્દ્ર પણ ખરું ને!
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy