જિલ્લાના ઢાંકી કેસરિયા પેઢડા મોઢવાણા સહિતના ગામોમાં પોસ્ટર લગાવી અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે પ્રવેશ બંધી કરવામાં આવી : રૂપાલાની ટિકીટ રદ કરવાનો એક જ સૂર

પરસોત્તમ રૂપાલાના વાણીવિલાસ સામે સુરેન્દ્રનગર જિલ્લામાં રોષ ચરમસીમાએ: 5 ગામોમાં ભાજપ પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા

Saurashtra, Politics | Surendaranagar | 02 April, 2024 | 01:40 PM
જ્યાં સુધી પરસોતમ રૂપાલાની ટીકીટ રદ નહીં થાય ત્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લાના 05 ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશ નહીં આપવામાં આવે..
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.2
 

પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ સમગ્ર વિસ્તારમાં સતત પ્રસરી રહ્યો છે કારણ કે પરસોતમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું જેને લઇને ક્ષત્રિય સમાજ દ્વારા રોષ જોવા મળી રહ્યુ છે. ત્યારે ખાસ કરીને ક્ષત્રિય સમાજ દ્વારા પરસોતમભાઈ રૂપાલાના વાણી વિલાસ સામે તેમની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે .

પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં ન આવ્યા હોવાના કારણે ક્ષત્રિય સમાજમાં છે તે રોજ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ સૌ પ્રથમ વખત પાંચ ગામોમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવી દઈ અને વિરોધ નોંધાયો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પરસોત્તમ રૂપાલા ની ટિકિટ વાણી વિલાસ મુદ્દે રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે તે છતાં પણ કોઈ પગલા ભરવામાં ના આવતા બે દિવસ પહેલા સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવામાં આવ્યું છે .

તેમાં પણ 7000થી વધુ લોકો હાજર રહ્યા હોવાનું બહાર આવ્યું છે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપના હોદ્દેદારો પણ ક્ષત્રિય સમાજના આગેવાનો માંથી ઉપસ્થિત રહ્યા હોય તેવું છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજમાં પરસોતમ રૂપાલાના વાણીવિલાસ સામે રોષ જોવા મળી રહ્યું છે ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો અને ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા હવે ગામડાઓમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને પ્રવેશબંધી માટેના બેનરો લગાવવાના આજથી શરૂ કરવામાં આવ્યા છે .

ખાસ કરીને જ્યાં સુધી પરસોતમભાઈ રૂપાલાની ટિકિટ ભાજપ રદ નહીં કરે ત્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા કેસરિયા મોઢવાડા પેઢડા સહિતના ગામોમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને પ્રવેશબંધી કરવામાં આવી છે અને પ્રચાર માટે પણ ભાજપના નેતાઓને નહીં જવા દેવાનો ઉગ્ર સુર ઉઠ્યો છે.ત્યારે હવે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે ઉઠી રહી છે ક્ષત્રિય સમાજના રોષ જોવા મળી રહ્યો છે. આજ સંદર્ભે આજથી સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામોમાં બેનરો લગાવવામાં આવ્યા છે.

જ્યાં સુધી પરસોતમભાઈ રૂપાલા ની ટિકિટ ભાજપ રદ નહીં કરે ત્યાં સુધી ગામમાં પ્રવેશ બંધ કરવામાં આવી છે જેને લઈને હવે ભાજપની ચિંતામાં વધારો થયો છે ખાસ કરીને તરફ હાલમાં પ્રચાર પ્રસાર ચાલુ છે ભાજપ એ પોતાનો ઉમેદવાર ચંદુભાઈ સિહોરા જાહેર કરી દીધા છે અને પ્રચાર પ્રસાર પણ શરૂ કરી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામોમાં લગાવવામાં આવતા હાલમાં ભાજપની ચિંતામાં વધારો થયો છે.

♦ પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે વઢવાણ રાજવી સિદ્ધરાજસિંહ ઝાલાનું નિવેદન - ટિકિટ રદ કરવાની માંગણી..
પરસોતમ રૂપાલા ના નિવેદન સામે વઢવાણ રાજવી સિધ્ધરાજસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે અને ખાસ કરીને પરષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી છે સમાજના આગેવાનો જે નિર્ણય કરશે તે યોગ્ય હશે તેવું પણ સિદ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું છે અને ખાસ કરીને વધુમાં તેમને જણાવ્યું છે કે આવા વડીલ નેતાઓ જ આવા પ્રકારના ભાષણો આપે અને આવા પ્રકારના વાણી વિલાસ કરે તે યોગ્ય નથી અને હવે માત્ર માફી નહીં પરંતુ તેમની ટિકિટ પણ બદલાવી જોઈએ તેવી પ્રબળ માંગ ક્ષત્રિય સમાજની છે અને ક્ષત્રિય સમાજના જે આગેવાનો નિર્ણય કરશે તેમની સાથે અમે ઉભા રહીશું તેવું વઢવાણ રાજવી સિધ્ધરાજસિંહ ઝાલાએ નિવેદન આપી છે અને તેમના દ્વારા પણ માંગણી કરવામાં આવી છે કે પરસોતમ રૂપાલા ની ટિકિટ કોઈપણ સંજોગોમાં રદ થવી જોઈએ.

♦ જિલ્લાના વધુ ગામોમાં પણ ભાજપ માટે પ્રવેશબંધીના બેનરો લાગી શકે તેવી શક્યતાઓ
આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ ગામોમાં અને ખાસ કરીને ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપર પ્રવેશબંધીના બેનરો લાગી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે .

આજે વહેલી સવારે પાંચ ગામોમાં તો બેનરો લગાવી દેવામાં આવ્યા છે પરંતુ અગામી દિવસોમાં પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની બેઠક ઉપર પણ ભાજપને અસર થઈ શકે તેવી પરિસ્થિતિ છે કારણ કે જિલ્લાના પાંચ ગામોમાં બેનર લાગ્યા છે હજુ પણ વધુ ગામોમાં બેનર લાગે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ક્ષત્રિય સમાજનો જે પરસોતમ રૂપાલા વાણી વિલાસ સામેનો રોષ છે તે ચરમશીમાં હવે પહોંચી ગયો છે અને તે જ અંગે ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ પણ તે જ બની છે.

♦ લીંબડીમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ
લીમડીમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પ્રશાસન વિભાગને રજૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પ્રશાસન વિભાગને આવેદનપત્ર આપી અને પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ કરવા મુદ્દે રજૂઆત કરવામાં આવી છે રદ ટિકિટ નહીં થાય તો અગામી દિવસોમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ જે નિર્ણય લેશે તે ઉપર સમાજ આગળ વધશે અને ઉગ્ર વીરોધ નોંધ આવશે 

હાલની પરિસ્થિતિમાં ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગણી કરવામાં આવી રહી છે કે બસ પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ થવી જોઈએ કોઈપણ પ્રકારે રાજકોટ બેઠક ઉપરથી પરસોતમ રૂપાલા ચૂંટણી ન લડવા જોઈએ તેવી ક્ષત્રિય સમાજની માંગણી છે હજુ સુધી પક્ષ દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી અગામી દિવસોમાં પક્ષ દ્વારા પણ આ અંગે વિચારણા કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે.

♦ પોસ્ટર વોરથી ભાજપની ચિંતા વધી
એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની બેઠક ઉપરથી તળપદા કોળી સમાજના નેતાઓ અને આગેવનો ભાજપમાંથી કોળી સમાજના નેતાને ટિકિટ આપે તેવી માંગણી કરવામાં આવી રહી છે અને ચંદુભાઈ સિહોરાની ટિકિટ રદ કરવાની માંગણી પણ ઉઠી છે ત્યારે આ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં હવે પ્રવેશબંધીના પોસ્ટર વોટ શરૂ થઈ ગયા છે.

જેને લઈને ભાજપની ચિંતામાં વધારો થયો છે રાજકોટ બેઠકની અસર સુરેન્દ્રનગરમાં પણ થઈ શકે છે અને સમગ્ર ગુજરાત રાજ્યની લોકસભાની 26 બેઠકો ઉપર પણ ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ હોવાના કારણે ત્યાં પણ અસર થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને પ્રથમ સુરેન્દ્રનગર થી પાંચ ગામોમાં પ્રવેશ બંધીના બેનરો લગાવવામાં આવ્યા છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ એક બાજુ તળપદા કોળી સમાજ પણ વિરોધ નોંધાવી રહ્યો છે બીજી તરફ હવે પોસ્ટરથી ભાજપની ચિંતામાં મહદ અંશે વધારો થયો છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj