રાજકોટ,તા.20
અનમોલ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જીતુભાઈ ચૌહાણ અને વીણાબેન લાડવા દ્વારા ઝુંપડપટ્ટીના છેવાડાના વિસ્તારમાં વિનામૂલ્ય શિક્ષણ બાલકેન્દ્ર સેવાયજ્ઞની શરૂઆત કરવામાં આવી છે.
અનમોલ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા ઘંટેશ્વર પાર્કમાં 25 વારીયા સ્લમ ક્વાટરમાં ધોરણ 1 થી 8 સુધીની સ્કુલ ચાલે છે. જ્યાં ઝુંપડપટ્ટીના 400થી વધુ બાળકોને વિનામુલ્યે શિક્ષણ આપવામાં આવે છે. ઝુંપડપટ્ટીના બાળકોના હુનરને પાંખો મળે તે માટે હાર્મોનિયમ,તબલાં, યોગા,અને સ્પોર્ટ્સ જેવી પ્રવૃતિની તાલીમ આપવામાં આવે છે.
રાજકોટ જંકશન વિસ્તારના નરસંગપરા ખાતે રેલવે ટ્રેક પાસે વસવાટ કરતા ઝુંપડાવાળીને રહેતા લોકોના બાળકો માટે વિનામુલ્યે બાલકેન્દ્રની શરૂઆત કરવામાં આવેલ છે. અહીંના લોકો મંજુરી કરે છે.
તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે બાળકોને આગળ અભ્યાસ કરાવી શકે તેમ નથી. ત્યાનું એકપણ બાળક સ્કુલે જતુ નથી. તેથી અનમોલ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને હોપ વેલ્ફેર ફાઉન્ડેશન ના માધ્યમ થી નરસંગપરા વિસ્તાર ખાતે બાળકોને ભણવા માટે અલગથી એક ઝૂપડુ બનાવવામાં આવેલ છે. સંસ્થા દ્વારા બાળકોને સ્ટેશનરી કપડા અને દરરોજ પોષ્ટિક નાસ્તો આપવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy