રાજકોટ,તા.6
આવતીકાલ માગસર સુદ છઠ્ઠ ને શનીવાર તા. 7 ડિસેમ્બર થી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થશે 21 દિવસનું આ વ્રત છે એકવીસમાં દિવસે વ્રતની પુર્ણાહુતિ કરાય છે. વ્રતધારીએ શનિવારે સવાર ના નિત્યકર્મ કરી ત્યારબાદ પૂજામાં અન્નપૂર્ણામાંની પ્રતિમા રાખી દીવો, અગરબતી કરી ત્યારબાદ ગણપતિદાદાને ચાંદલો, ચોખા કરી કુળદેવી માતાજીને ચાંદલો ચોખા કરવા ત્યારબાદ અન્નપૂર્ણા માતાજીને ચાંદલો ચોખા કરી થોડા અબીલ-ગુલાલ, કંકુ અર્પણ કરવા માતાજીને લાલ ચુંદડી ઓઢાડી ફુલ ચડાવવું વ્રતધારી એ સુતર દોરા ને 21 ગાઠ મારી અને જમણા હાથ ઉપર ધારણ કરવો અથવા ગળામાં ધારણ કરવો દોરો ધારણ કરતી વખતેશ્રી અન્નપૂર્ણાય નમ: સતત જપ કરવા
એકવીસ દિવસ એકટાણું અથવા ઉપવાસ કરવો લસણ-ડુંગળી નો ત્યાગ કરવો અને દરરોજ સવારે માતાજીની પૂજા અને કથા સાંભળવી અથવા વાંચવી.
વ્રતના નિયમો :-
દરરોજ પૂજા અને કથા સાંભળવી, સત્ય બોલવું, ક્રોધ કરવો નહિ, લસણ-ડુંગળી નો ત્યાગ કરવો, કોઈ નુ અપમાન કરવું નહિ, શકિત પ્રમાણે દાન દેવુ, હિંસા કરવી નહિ.
મંત્ર : ૐ સત ચિત આનંદમયી ભગવતી અન્નપૂર્ણાયૈ નમ: 21 દિવસ સુધી મંત્રનો જાપ કરી શકાય છે. એકવીસમાં દિવસે બાળકો અને બ્રાહ્મણોને ભોજન કરાવી શકાય છે.
અન્નપૂર્ણા માતાનું વ્રત ગમે તેટલા વર્ષ રહી શકાય છે. છતાં પણ જો ઉજવણું કરવું હોય તો પાંચ વર્ષે કરી શકાય ઉજવણામા બ્રાહ્મણ દંપતિને જમાડવા વ્રત પૂર્ણ થયા બાદ દોરો જળમાં પધરાવી દેવો.
માગસર વદ બારસને શુક્રવારે 27 ડિસેમ્બર ના દિવસે વ્રતની પુર્ણાહુતિ કરવી. દેવી અન્નપૂર્ણાની આરાધના થી દરિદ્રતાનો નાશ થાય છે. રિધ્ધિ-સિધ્ધિ આવે છે ઘરમાં અનાજ કદી ખુટતુ નથી નિ:સંતાનોને સંતાન પ્રાપ્તિ: થાય છે.
(શાસ્ત્રી રાજદીપ જોશી.વેદાંત રત્ન.રાજકોટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy