મગફળીના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવા બોનસ જાહેર કરો

Local | Rajkot | 25 May, 2024 | 03:17 PM
તેલીબીયા સંગઠનના પ્રમુખ સમીર શાહની કૃષિ મંત્રીને રજૂઆત
સાંજ સમાચાર

રાજકોટ, તા.5
રાજ્યમાં મગફળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે ખેડૂતોને યોગ્ય પ્રોત્સાહન આપવું જોઇએ. આ અંગે ગુજરાત ખાદ્ય તેલ એસો.ના પ્રમુખ સમીર શાહએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજુઆત કરી છે. મગફળીમાં તેલની ટકાવારી ઘણી ઉંચી છે. તેથી મગફળીનું વાવેતર વધે તે માટે ઘનિષ્ઠ  પ3યાસો કરવા પડશે. ગત વર્ષે સરકારે મગફળીના ટેકાના ભાવમાં વધારો કર્યો હતો.

રાજ્યમાં વિવિધ સરકારી એજન્સીઓએ ટેકાના ભાવે મગફળી ખરીદવાની તૈયારીઓ કરી છે. પરંતુ બજારમાં 50 ટકા જેટલી મગફળી ટેકાના ભાવ કરતાં નીચા ભાવે વેચાતી હોવા છતાં ખેડૂતો સરકારી એજન્સીઓને મગફળી વેચવા ન આવ્યા અને નાફેડ, ગુજકો માસોલ જેવી સંસ્થાને એક કિલો મગફળી મળી નથી. આ પરથી જાણી શકાય કે સરકારી એજન્સીઓને મગફળી વેચવા ખેડૂતો ઉત્સુક નથી. સરકારી લેવલે મગફળી અને સીંગતેલનો વપરાશ વધે તે માટે સ્યસ્ટમેટીક  એડ કેમ્પેનીંગ ચલાવું જોઇએ. સરકારે મગફળીના ટેકાના ભાવ કરતાં ખેડૂતોને મગફળીના વાવેતર પર બોનસ જાહેર કરવું જોઇએ જેથી ખેડૂતો વધુને વધુ વાવેતર માટે પ્રેરાય. 

♣ખાદ્યતેલો જુના ટીનમાં ભરવા પર પ્રતિબંધનો કાયદો રદ કરવા

રાજકોટ, તા.25
છેલ્લા કેટલાક વખતથી રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાદ્યતેલોના પૈકીંગમાં વપરાતા રીસાયકલન્ટીન સેક્ધડ હેન્ડ ટીનનો ઉપયોગ ન કરવાના અને આવું કરનાર પર કાયદેસર કાર્યવાહી કરવાના પ્રયત્નો શરૂ થયા છે.

રીસાયકલટીનના વપરાશ ન કરવાનો કાયદો ઘણા વર્ષોથી ઘડાયો છે પરંતુ દેશના કોઇ રાજ્યમાં તેનો અમલ થતો નથી. આ કાયદો તદન બિનજરૂરી અને કોઇક ચોક્કસ જુથના દબાણને કારણે ઘડાયેલ છે. ઘર વપરાશ માટે લેવાતા ખાદ્યતેલના નવા ડબ્બાઓ જ્યારે ખાલી થાય ત્યારે ઘરે ઘરેથી કલેક્ટ કરતા ફેરિયાઓ, ત્યારબાદ તેની યોગ્ય સફાઇ કરી, પેકીંગ યુનિટોમાં વેંચાણ કરી ત્યાં સુધી પહોંચાડવામાં હજારો લોકોને રોજીરોટી સમાયેલ છે.

આ ટીન્સની સફાઇની ચકાસણી કરી ત્યારબાદ જ તેનો ફરી ઉપયોગ થાય છે જેથી તેના વપરાશથી આરોગ્ય પર કોઇ વિપરીત અસર થતી નથી. ખાદ્યતેલ પેકીંગ ઇન્ડસ્ટ્રીઝમાં દાયકાઓથી આવા રીસાયક્લટીનના રાજ્યમાં પેક થતાં તમામ ખાદ્યતેલો જો નવા ડબ્બામાં જ પેક કરવામાં આવે તો તેટલા ડબ્બા બનાવવાની ઔદ્યોગીક ક્ષમતા જ નથી.

જરૂરી માત્રામાં ખાલી નવા ટીનની મળતર ન થતાં નવા ટીનનાં ભાવમાં વધારો થઇ શકે છે. આ ઉપરાંત ખાલી નવા ડબ્બાની મળતર પુરતા પ્રમાણમાં ન હોવાથી ખાદ્યતેલનું ડિસ્ટ્રીબ્યુશન ખોરવાઇ જવાનો, તેને કારણે અછત સર્જાવાનો અને બિનજરૂરી ભાવ વધવાનો ખતરો પણ સંભવિત છે. આથી આ કાયદો રદ કરવા રજુઆત કરવામાં આવી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj