ચુંટણીપંચ હાલ તામિલનાડુના પ્રવાસે: છેલ્લે પ.બંગાળ જશે

તા.13 માર્ચ બાદ ગમે તે દિવસે લોકસભા ચુંટણીની જાહેરાત

India, Politics, Lok Sabha Election 2024 | 23 February, 2024 | 04:07 PM
રાજયના ચુંટણી અધિકારીઓ સાથે સતત બેઠકો: 7-8 તબકકામાં મતદાનની ધારણા
સાંજ સમાચાર

નવી દિલ્હી: આગામી સમયમાં યોજાનારી લોકસભા ચુંટણીની જાહેરાત માટે ચુંટણીપંચ પણ હવે પુરી રીતે એકશનમાં આવી ગયું છે અને હાલ તામિલનાડુની મુલાકાતે રહેલા ચુંટણીપંચ દ્વારા હવે ઉતરપ્રદેશ, જમ્મુ-કાશ્મીરની મુલાકાત બાદ માર્ચના પ્રથમ સપ્તાહમાં પ.બંગાળની મુલાકાત લેશે.

તા.13 માર્ચ બાદ કોઈપણ દિવસે લોકસભા ચુંટણીની જાહેરાત થઈ શકે છે. પંચના સૂત્રોના જણાવ્યા મુજબ ચુંટણીમાં ચુંટણીપંચ લોકસભા ચુંટણીમાં ખાસ કરીને ફેકટ-ચેક પર ખાસ ભાર મુકશે. લોકસભા મિડીયામાં જે રીતે ચુંટણી સમયે ખોટા દાવા અને ખોટા સમાચાર વાંચવા જાય છે તેના પર નજર રાખવા એમ ખાસ તૈયારી કરી રહી છે.

ચુંટણીપંચ તા.13 પુર્વે તમામ રાજયોની મુલાકાત પુરી કરશે પછી ગૃહમંત્રાલય અને અન્ય સરકારી વિભાગો સાથે બેઠકો યોજશે. ખાસ કરીને રાજયોને મતદાન મથકો ઈવીએમ સ્ટોરેજ, કંટ્રોલરૂમ વિ.ની અપડેટ યાદી તૈયાર રાખવા જણાવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ 7-8 તબકકામાં મતદાન યોજાશે. સોશ્યલ મીડીયામાં ખોટા અને ગેરમાર્ગે દોરતા સમાચાર ઝડપથી દુર થાય તે પણ નિશ્ર્ચિત કરશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj