કચ્છમાં ફરી 3.4 ની તીવ્રતાનો ભૂકંપ

Gujarat | Kutch | 15 May, 2025 | 11:07 AM
કેન્દ્રબિંદુ ભચાઉ પાસે: લોકો ઘર બહાર દોડી આવ્યા
સાંજ સમાચાર

અમદાવાદ, તા.15
કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. ગઇકાલે સાંજે 06:55 વાગ્યે કચ્છમાં ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. 3.4ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉથી 12 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં નોંધાયું છે. માત્ર 3.4ની તીવ્રતાનો હળવો ભૂકંપ હોવાથી કોઈ મોટા નુકસાનના સમાચાર પ્રકાશમાં આવ્યાં નથી.

કચ્છ સિસ્મિક ઝોન 5 માં આવે છે, જેના કારણે અહીં ભૂકંપના આંચકા અનુભવાય તે સામાન્ય છે. પરંતુ કચ્છમાં આવતા ભૂકંપના કારણે લોકો ડરી જાય છે. કારણે કે, આ પહેલા 26 જાન્યુઆરી, 2001ના રોજ સવારે 08:46 વાગ્યે આવેલા ભૂકંપે ભારે વિનાશ સર્જો હતો. તે વખતે મિલકતોને તો નુકસાન પહોંચ્યું હતું જ પરંતુ મોટી જાનહાનિ પણ સર્જાઈ હતી.

કચ્છ સિવાય 3.5ની તીવ્રતાનો ભૂકંપ બાંગ્લાદેશમાં પણ આવ્યો હતો. તે સિવાય નેપાળમાં પણ 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે 6.0ની તીવ્રતાનો ટોંગા ટાપુઓ પર પણ ભૂકંપ આવ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj