મૃતક આશ્રિતના કોટાના નિયુક્તિનાં કેસમાં મહત્વનો ચુકાદો

મૃતક આશ્રિતના કોટામાં નિયુક્તિ તત્કાલીન નિયમો અનુસાર થશે: અલાહાબાદ હાઈકોર્ટ

India | 20 April, 2024 | 05:15 PM
જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડના નવા શાસનાદેશથી નિયુક્તિનો આદેશ હાઈકોર્ટે રદ કર્યો
સાંજ સમાચાર

પ્રયાગરાજ,તા.20
મૃતક આશ્રિત કોટામાં નિયુક્તિના કેસમાં અલાહબાદ હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો હતો. અલાહાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે મૃતક અનિશ્ર્ચિત કોટામાં નિયુક્તિમાં કર્મચારીના મૃત્યુ પર આવેદનના સમયના જ નિયમો લાગુ પડશે, બાદમાં જાહેર શાસનના દેશ તેના પર લાગુ નહી થાય. શરત એ કે તેને પછીની તારીખથી લાગુ ન કરવામાં આવ્યું હોય.

આ સાથે જ કોર્ટે જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ કાનપુરનગરના અરજદારને માત્ર હોમગાર્ડ નિયુક્ત કરવાનો આદેશ 9 નવેમ્બર 2020થી ગેરકાયદે ઠરાવીને રદ કરી દીધો છે અને કર્મચારીના મૃત્યુ પર આવેદનના સમયના નિયમ અનુસાર ત્રણ મહિનામાં અરજદારની નિયુક્તિ પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે.

અરજદારના પિતા માનદ કંપની કમાન્ડર હોમગાર્ડ પદ પર હતા. અરજદારે તે પદ પર નિયુક્તિની માંગ કરી હતી. આ આદેશ ન્યાયમૂર્તિ પ્રકાશ વાડિયાએ સૌરભ સુચાટીની અરજી સ્વીકાર કરીને આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અરજદારના પિતાનું સેવાકાળમાં 18 ઓકટોબર 2020ના મૃત્યુ થયુ હતું. અરજદારની આશ્રિત કોટામાં નિયુક્તિની માંગ સાથે અરજદારની માએ અરજી આપી હતી. અરજદાર પાસે દસ્તાવેજો મંગાયા હતા. મેડીકલ કરાવાયું હતું. તેને સીએમઓએ ફીટ માન્ય કરેલું દરમિયાન અપર મુખ્ય સચિવ ગૃહે 2 નવેમ્બર 2020ના શાસનાદેશ ઈસ્યુ કરી કહ્યું હતું કે, આશ્રિત કોટામાં માત્ર હોમગાર્ડ વોલેન્ટીયર પદ પર નિયુક્તિ કરવામાં આવશે.

જેના પર જિલ્લા કમાન્ડેન્ટે આ આદેશ આપ્યો હતો. જેને પડકારવામાં આવ્યો હતો. અરજદારનું કહેવું હતું કે બાદનો શાસનાદેશ તેના પર લાગુ ન થાય, જૂના નિયમથી નિયુક્તિ કરવામાં આવે. કોર્ટે અરજદારના તર્કને સાચો માની તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj