જામનગર લોકસભા બેઠક માટે જામનગર જિલ્લાના પાંચ કેન્દ્ર ઉપર વ્યવસ્થા ગોઠવાશે

Saurashtra, Lok Sabha Election 2024 | Jamnagar | 12 April, 2024 | 02:57 PM
સાંજ સમાચાર

જામનગર તા.12
 

જામનગર સહિત રાજ્યમાં તા.7 મેના રોજ યોજાનારી લોકસભાની ચુંટણીનું જાહેરનામું આવતીકાલે તા.12ના રોજ બહાર પડવા સાથે 12-જામનગર લોકસભા બેઠક પરથી લડવા માંગતા ઉમેદવારોની ઉમેદવારી નોંધાવી શરુ થવા જઈ રહી છે. ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ચુંટણી પંચની ગાઈડલાઈન મુજબ ચુંટણી પંચના સ્ટ્રોન્ગરૂમ ખાતે મશીનોના રેન્ડમાઈઝેશન બાદ જામનગર જિલ્લાના પાંચ વિધાનસભા ક્ષેત્રના ડિસ્પેચ-રિસીવીંગ સેન્ટરો ખાતે 1557 ઈવીએમ સેટ મોકલી આપવાની કામગીરી કરી છે. હવે બીજું રેન્ડમાઈઝેશન ઉમેદવારોની આખરી યાદી બન્યા બાદ ચુંટણી પંચના નિર્દેશ મુજબ કરવામાં આવશે.

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જામનગર ખાતે આવેલા ચુંટણી પંચના ઈવીએમ-વીવીપેટ મશીનોના વેરહાઉસ (સ્ટ્રોંગરૂમ) ખાતે તાજેતરમાં ચુંટણી પંચના લાઈવ ગાઈડન્સ અને વીડીયોગ્રાફી સાથે જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચુંટણી અધિકારી બી.કે. પંડયા, ઈવીએમ- વીવીપેટ મશીનો માટેના ચુંટણી પંચના નોડલ અધિકારી વિમલ ગઢવી, મદદનીશ જિલ્લા ચુંટણી અધિકારી જીલ પટેલ તેમજ વિવિધ પાંચ વિધાનસભા બેઠકના મદદનીશ ચુંટણી અધિકારીઓ એવા પ્રાંત અધિકારીઓ, મામલતદારોની તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પ્રથમ રેન્ડમાઈઝેશન ગત તા.6ના રોજ કરવામાં આવ્યા બાદ તા.7ના રોજ જામનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે નિર્ધારિત કરાયેલા ડિસ્પેચ-રિસીવીંગ સેન્ટરો ખાતે વિધાનસભા બેઠકો માટે 20 ટકા રિઝર્વ સાથે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ મશીનોનો જથ્થો સલામતી સાથે મોકલી આપવામાં આવ્યો છે.

જે હવે ડિસ્પેચ-રિસીવીંગ સેન્ટરોમાં  સુરક્ષિત મુકાઈ ગયો છે. તંત્ર દ્વારા 76-કાલાવડ વિધાનસભા ક્ષેત્રના - 281 બુથો માટેના ડિસ્પેચ-રિસીવીંગ સેન્ટર એવા હરધોળજી હાઈસ્કુલ-ધ્રોલ ખાતે 351 બેલેટ અને કંટ્રોલ યુનિટ તથા 379 વીવીપેટ મશીનો, 77-જામનગર ગ્રામ્યના 270 બુથો માટેના ડિસ્પેચ-રિસીવીંગ સેન્ટર એવા જામનગરમાં ઈન્દીરા માર્ગ ઉપરના વીશા ઓશવાળ વિદ્યાલય ખાતે 337 બેલેટ અને કંટ્રોલ યુનિટ અને 364 વીવીપેટ મશીનો, 78-જામનગર ઉત્તરના 229 બુથો માટેના ડિસ્પેચ-રિસીવીંગ સેન્ટર ડીકેવી કોલેજ ખાતે 286 બેલેટ અને કંટ્રોલ યુનિટ તથા 309 વીવી પેટ મશીનો, 79-જામનગર દક્ષિણ મોકલી આપવામાં આવ્યો છે. જે હવે ડિસ્પેચ-રિસીવીંગ સેન્ટરોમાં સુરક્ષિત મુકાઈ ગયો છે.

તંત્ર દ્વારા 76-કાલાવડ વિધાનસભા ક્ષેત્રના  281 બુથો માટેના ડિસ્પેચ-રિસીવીંગ સેન્ટર એવા હરધોળજી હાઈસ્કુલ-ધ્રોલ ખાતે 351 બેલેટ અને કંટ્રોલ યુનિટ તથા 379 વીવીપેટ મશીનો, 77-જામનગર ગ્રામ્યના 270 બુથો માટેના ડિસ્પેચ-રિસીવીંગ સેન્ટર એવા જામનગરમાં ઈન્દીરા માર્ગ ઉપરના વીશા ઓશવાળ વિદ્યાલય ખાતે 337 બેલેટ અને કંટ્રોલ યુનિટ અને 364 વીવીપેટ મશીનો, 78-જામનગર ઉત્તરના 229 બુથો માટેના ડિસ્પેચ-રિસીવીંગ સેન્ટર ડીકેવી કોલેજ ખાતે 286 બેલેટ અને કંટ્રોલ યુનિટ તથા 309 વીવી પેટ મશીનો, 79-જામનગર દક્ષિણ બેઠકના 197 બુથો માટે ડિસ્પેચ-રિસીવીંગ સેન્ટર સાત રસ્તા રોડ પરની પ્રભુલાલ સંઘરાજ સ્કુલ ખાતે 246 બેલેટ અને કંટ્રોલ યુનિટ તથા 395 વીવીપેટ મશીનો, 80-જામજોધપુર બેઠકના 268 બુધો માટે લાલપુરમાં આવેલા વિવેકાનંદ સ્કુલ ખાતેના ડિસ્પેચ-રિસીવીંગ સેન્ટર ખાતે 337 બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ તથા 364 વીવીપેટ મશીનો મોકલવાની કામગીરી પુરી કરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj