રાજસ્થાન ક્રિકેટ બોર્ડના પ્રમુખપદેથી અશોક ગેહલોટનું રાજીનામુ

India, Sports | 26 February, 2024 | 05:42 PM
રાજયમાં સતાપલ્ટો થતા જ ક્રિકેટ બોર્ડમાં પણ હવે ભાજપનું વર્ચસ્વ આવી જશે
સાંજ સમાચાર

જયપુર તા.26
રાજસ્થાનમાં સતાપલ્ટો થતા જ હવે રાજસ્થાન ક્રિકેટ બોર્ડમાં પણ ફેરફાર થવા લાગ્યા છે અને પુર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોટના પુત્ર વૈભવ ગેહલોટે રાજસ્થાન ક્રિકેટ એસો.ના પ્રમુખ તરીકેથી રાજીનામુ આપી દીધુ છે. આ ઉપરાંત તેમના પિતા અને પુર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોટે પણ ક્રિકેટ એસો.માંથી રાજીનામુ આપ્યુ છે. હાલમાં જ રાજસ્થાન સ્પોર્ટસ કાઉન્સીલે ક્રિકેટ એસો. પાસે લેણા રૂપિયા નહી ભરાતા અહીના સવાઈ માનસિંગ સ્ટેડીયમને સીલ મારી દીધા હતા. એક તરફ આઈપીએલ શરુ થવાની તૈયારી છે અને રાજસ્થાનની આઈપીએલ ટીમનું આ હોમગ્રાઉન્ડ હોવાથી મુશ્કેલી પડે તેવા સંકેત હતા અને તેથી જ ગેહલોટને હોદો છોડવાની ફરજ પડી હોય તેવું માનવામાં આવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj