રાજકોટમાં ઓફિસમાં ઘુસી વકીલ પર હુમલો : એડવોકેટ આલમમાં રોષ : ધારાશાસ્ત્રીઓ એ. ડિવિઝન પોલીસ મથકે એકત્ર થયા

Crime, Local | Rajkot | 21 May, 2024 | 09:31 PM
પકડાયેલ આરોપી કોઈ પોલીસ કર્મીના સગા હોવાથી, પકડીને લોકઅપમાં પુરવાના બદલે મહેમાનની જેમ રાખવામાં આવેલ : વકીલોનો આક્ષેપ
સાંજ સમાચાર

રાજકોટ: રાજકોટમાં ઓફિસમાં ઘુસી વકીલ પર હુમલો થતા ચકચાર મચી ગઇ છે. બનાવથી એડવોકેટ આલમમાં રોષ છવાયો છે. ધારાશાસ્ત્રીઓ એ. ડિવિઝન પોલીસ મથકે એકત્ર થયા છે. એડવોકેટ પરેશભાઈ એન. કુકડીયા પર તેની જ ઓફિસમ ઘુસી રાજેન્દ્રસિંહ નામના શખ્સે હુમલો કર્યો છે. આજે સાંજે આરોપીએ આ હુમલો કર્યો હતો. વકીલની મૂંઢ માર માર્યો હતો. વાત વાયુ વેગે પ્રસરી જતા વકીલો એ. ડિવિઝન પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. પરેશભાઈ એન. કુકડીયાની ઓફિસ સદર બજારના હરિહર ચોકના પૂજા કોમ્પલેક્ષમાં આવી છે. આરોપીના પરિવારજનોને એક વારસાઈ મિલકત માટે સહી કરવા બોલાવ્યા હતા તે સમયે આ બનાવ બન્યો હતો. વકીલો ઉપર હુમલાની ઘટનાઓ વધતા વકીલોમાં રોષ ફેલાયો છે. સરકાર અને તંત્ર આ અંગે કડક પગલાં લ્યે તેવી માંગ ઉઠી છે. હાલ એ. ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને અટકાયતમાં લઈ ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ છે. વકીલોએ પોલીસ અધિકારીઓ સામે આક્ષેપ કરતા કહ્યું કે, આરોપી કોઈ પોલીસ કર્મીના સગા હોવાથી, પકડીને લોકઅપમાં પુરવાના બદલે મહેમાનની જેમ રાખવામાં આવેલ. જેથી અમે પોલીસ કમિશનર સુધી રજુઆત કરતા અંતે તેને લોકઅપમાં પુરવામાં આવ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj