જમીન વેચાતી આપવાના મુદ્દે ત્રણ મહિલાઓ ઉપર હુમલો

Local | Jamnagar | 20 April, 2024 | 03:37 PM
સાંજ સમાચાર

જામનગર તા.20
જામનગરમા વુલનમીલમાં જમીન વેચાતી આપી દેવા બાબતે માતા-બે પુત્રીઓ ઉપર પાડોશી પરિવારે હુમલો કરીને મહિલાને છરી મારી હાથમાં ઈજા પહોંચાડીને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

શહેરના ખેતીવાડી વુલનમીલ સિધ્ધાર્થનગર શેરીનં-4 રાજભાની દુકાન પાસે રહેતા રામીબેન ધનજીભાઈ પરમાર (ઉ.વ.45) નામના મહિલા ગત તા.18ની રાત્રીના પોણા બારેક વાગ્યે પોતાના ઘરે સુતા હતાં. ત્યારે પાડોશમાં રહેતા રાહુલ ઉર્ફે ગુઢો સુરેશભાઈ વરણ, જીણો સુરેશભાઈ વરણ, રમેશ વરણ, રાજીબેન રમેશભાઈ વરણ, બેનાબેન રમેશભાઈ વરણ  નામના શખસોએ આવીને જમીન વેચાતી આપી દેવા બાબતે સહી કરી કેમ નથી આપતા તેમ કહીને ઝગડો કરવા લાગ્યા હતાં.

જેથી. મહિલા તેને સમજાવતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈને છરી વડે હુમલો કરીને મહિલાના હાથના અંગુઠા પાસે છરી મારી ઈજા પહોંચાડતા તેણીની બે પુત્રીઓ બચાવવા માટે વચ્ચે પડતા તેણીઓને પણ ઢીકાપાટુનો માર મારીને શરીરે ઈજા પહોંચાડી હતી અને જમીન વેચાતી નહી આપો તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને નાશી છુટયા હતાં. જે અંગેની મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર.કે.ખલીફાએ બે મહિલા સહિત 5 શખસો સામે ગુનો નોંધીને ધરપકડ માટે શોધખોળ આરંભી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj