અસલી અને એઆઈ થરૂરે ડીપફેક્ સહિત અનેક મુદ્દે ચર્ચા કરી !

ગજ્જબ! એઆઈના શશી થરૂર અવતારે અસલી થરૂરનો ઈન્ટરવ્યુ લીધો: લોકો દંગ

India, Technology | 12 February, 2024 | 05:47 PM
કેરળમાં તિરુવનંતપુરમમાં માતૃભૂમિ ઈન્ટરનેશનલ લિટરરી ફેસ્ટિવલમાં કોંગ્રેસ સાંસદ થરૂરે અનુભવને ચોંકાવનારો ગણાવ્યો
સાંજ સમાચાર

તિરુવનંતપુરમ (કેરળ), તા.12
અત્યાર સુધી આપણે કલાકારો અને રાજકારણીઓના ડીપ ફેક વીડિયો અને ફોટા વિશે સાંભળતા હતા. પરંતુ હવે સેલિબ્રિટીઝના એઆઈ વર્ઝન પોતે જ તેમનો ઈન્ટરવ્યુ લઈ રહ્યા છે. આવી જ ઘટના તિરુવનંતપુરમમાં માતૃભૂમિ ઇન્ટરનેશનલ લિટરરી ફેસ્ટિવલ દરમિયાન જોવા મળી હતી. કોંગ્રેસ સાંસદ શશિ થરૂર, જેઓ તેમની બુદ્ધિ અને અંગ્રેજી માટે પ્રખ્યાત છે, તેમનો એઆઈ અવતાર પોતે જ ઈન્ટરવ્યુ લઈ રહ્યા હતા. આ જોઈને તમે સરળતાથી સમજી શકશો કે વાસ્તવિકતા અને ટેકનોલોજી વચ્ચેનું અંતર કેટલું ઘટી રહ્યું છે.

શશિ થરૂરનો એઆઈ અવતાર સંપૂર્ણ રીતે વાસ્તવિક થરૂરના અભિવ્યક્તિઓ અને ભાષાની નકલ કરતો હતો. પહેલી નજરે ભાગ્યે જ કોઈને બંને શશિ થરૂર વચ્ચે કોઈ ફરક જણાયો હશે. બંને વચ્ચે માતૃભૂમિ ઈન્ટરનેશનલ લિટરરી ફેસ્ટિવલ અને ડીપફેક્સ સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની આ ક્ષમતાનું મૂલ્યાંકન જોખમ અને તક તરીકે કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ સાંસદે ડ (અગાઉ ટ્વિટર) પર પણ આ ઈન્ટરવ્યુ શેર કર્યો છે. થરૂરે લખ્યું કે તેણે પોતાના એઆઈ જનરેટેડ અવતાર સાથે વાત કરી. ડાબી બાજુનું સંસ્કરણ ખરેખર ડીપફેક હતું. થરૂરે વધુમાં જણાવ્યું હતું કે નિયમિત ઇન્ટરવ્યુઅર દ્વારા પૂછવામાં આવતા પ્રશ્ર્નોેના જવાબો તેઓ પહેલેથી જ રેકોર્ડ કરી ચૂક્યા છે. તેણે આ અનુભવને એકદમ ચોંકાવનારો ગણાવ્યો.

એઆઈ અવતારે થરૂરને ડિજિટલ પ્લેટફોર્મ વિશે પૂછ્યું. થરૂરે જવાબ આપ્યો કે ડિજિટલ મીડિયા (સોશિયલ મીડિયા) ઘણું બદલાઈ ગયું છે. પ્રારંભિક તબક્કામાં, તેના પર ઓછા લોકો હતા જ્યાં વાસ્તવિક માનવીઓ તેમના વિચારો વ્યક્ત કરતા હતા. પરંતુ અહીં સંખ્યા વધી રહી હોવાથી સંગઠિત તત્વો પણ સોશિયલ મીડિયામાં આવી ગયા છે. આનાથી વાસ્તવિક વિચારોને આઘાત લાગ્યો છે. ઇન્ટરવ્યુના અંતે થરૂરે બધાનો આભાર માન્યો હતો. પરસ્પર વાતચીતમાં એઆઈનો આ દેખાવ સમાજ પર એઆઈની અસર દર્શાવે છે. વાસ્તવિકતા અને એઆઈ વચ્ચેનું ઘટતું અંતર આવનારા સમયમાં ભવિષ્યને ફરીથી આકાર આપવામાં એઆઈની ભૂમિકાને પ્રકાશિત કરે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj