Awfis Space Solutions Limitedનો આઈપીઓ 22 મે, 2024ના રોજ ખૂલશે

Saurashtra | Rajkot | 21 May, 2024 | 04:28 PM
Awfis Space Solutions Limitedના પ્રત્યેક રૂ10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (ઇક્વિટી શેર) દીઠ રૂ. 364થી રૂ. 383ના ભાવે પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરાઈ
સાંજ સમાચાર

રાજકોટ,તા.21
સીબીઆરઈ રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી મોટી ફ્લેક્સિબલ વર્કસ્પેસ સોલ્યુશન્સ કંપની Awfis Space Solutions Limited(કંપની)22 મે, 2024ના રોજ તેના ઇક્વિટી શેર્સનો આઈપીઓ (ઓફર) લઇને આવવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખ એટલે કે 21 મે, 2024ના કામકાજના એક દિવસ પહેલા રહેશે. બિડ/ઓફર 27 મે, 2024ના રોજ બંધ થશે.

ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ.364થી રૂ.383 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 39 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 39 શેર્સના ગુણાંકમાં કરી શકાય છે. 

ઓફરમાં રૂ1,280 મિલિયનના મૂલ્યના (-) સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને રૂ।-) મિલિયન સુધીના મૂલ્યના 12,295,699 ઇક્વિટી શેર્સ (ઓફર્ડ શેર્સ)ના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે જેમાં Peak XV Partners Investments V(જે અગાઉ SCI nvestments V  તરીકે ઓળખાતી હતી) (Peak XV અથવા પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા રૂ। (-) મિલિયન સુધીના મૂલ્યના 6,615,586 ઇક્વિટી શેર્સ, બિસ્ક લિમિટેડ દ્વારા રૂ। (-) મિલિયન સુધીના મૂલ્યના 5,594,912 સુધીના ઇક્વિટી શેર્સ અને લિંક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા રૂ। (-) મિલિયન સુધીના મૂલ્યના 85,201 ઇક્વિટી શેર્સ (કુલ મળીને, સેલિંગ શેરહોલ્ડર્સ અને સેલિંગ શેરહાલ્ડર્સ દ્વારા ઇક્વિટી શેર્સના વેચાણ માટેની આવી ઓફર, ઓફર ફોર સેલ) નો સમાવેશ થાય છે. ઓફરમાં અમારી કંપનીના ઓફર પછીની પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલના (-) ટકાનો સમાવેશ થશે.

કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો નવા સેન્ટર્સ ઊભા કરવા મૂડી ખર્ચ માટે, કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતો પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ અને એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj