યુએઇમાં હિન્દુ મંદિર સદ્ભાવ અને વિશ્વ એકતાનું પ્રતિક

અયોધ્યાના આનંદને અબુધાબીએ વધારી દીધો: મોદી

World, Dharmik | 15 February, 2024 | 05:33 PM
યુએઇની ધરતીએ માનવતાના ઇતિહાસમાં સ્વર્ણિમ ઇતિહાસ લખ્યો: આ આસ્થા અને સંસ્કૃતિનો પણ અમૃતકાળ છે, વડાપ્રધાન મોદીનું ઉદ્બોધન: મંદિરના નિર્માણમાં યુએઇના શેખ મોહમ્મદ ઝાયદ અલ નાહયાનને યાદ કરી પીએમે સૌને તેમના માનમાં ઉભા થઇ સન્માન આપવા કહ્યું
સાંજ સમાચાર

અબુધાબી, તા.15
ગઇકાલે અત્રે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામી નારાયણ સંસ્થાનના હિન્દુ મંદિરના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે યુએઇમાં આ હિન્દુ મંદિર સદ્ભાવ અને વિશ્વ એકતાનું પ્રતિક છે, આ આસ્થાનો અમૃત કાળ પણ છે.

વધુમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે હજુ ગત મહિને જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સદીઓ જુનુ સપનું પુરું થયું હતું. અમારા એ પરમ આનંદને અબુધાબીમાં મળેલી ખુશીએ વધારી દીધી છે. પીએમે જણાવ્યું હતું કે આજે યુએઇની ધરતીએ માનવતાના ઇતિહાસમાં એક સ્વર્ણિમ ઇતિહાસ લખ્યો છે, આ આસ્થા અને સંસ્કૃતિનો પણ અમૃતકાળ છે. આ મંદિર સાંપ્રદાયિક સદ્ભાવ અને વિશ્વની એકતાનું પ્રતિક બનશે.

મોદીએ કહ્યું હતું કે મંદિરના નિર્માણમાં યુએઇ સરકારની ભૂમિકાની સરાહના કરવા કોઇપણ પ્રશંસા પર્યાપ્ત નહીં હોય. મંદિર નિર્માણમાં સૌથી મોટો સહયોગ યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ ઝાયદ અલ નાહયાનનો છે. હું કરોડો ભારતીયો વતી તેમનો આભાર માનુ છું. હું સૌને પ્રાર્થના કરું છું કે બધા ઉભા થઇને યુએઇના રાષ્ટ્રપતિનું સન્માન કરે. મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ મંદિરના નિર્માણને માત્ર મંજુરી જ ન આપી સાથે સાથે એમ પણ કહ્યું હતું કે માત્ર મંદિર જ બનાવાય બલ્કે તે મંદિર જેવું દેખાવું પણ જોઇએ. 

યુએઇની ઓળખમાં સાંસ્કૃતિક અધ્યાય જોડાયો
મોદીએ જણાવ્યું હતું કે બુર્જ ખલીફા, શેખ ઝાયદે મસ્જિદને માટે મશહુર યુએઇને હવે નવી ઓળખમાં સાંસ્કૃતિક અધ્યાય જોડી દીધો છે. અબુધાબીનું આ વિશાળ મંદિર માત્ર પૂજા સ્થળ નથી, બલ્કે માનવતાનો સંયુક્ત વારસો છે. મંદિર નિર્માણ બાદ યુએઇમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત અને યુએઇ વચ્ચે સંબંધોના મૂળિયા હજારો વર્ષ જુના છે.

બુર્ઝ ખલીફા તિરંગાથી ઝગમગ્યો
દુબઇના સુપ્રસિધ્ધ બુર્જ ખલીફા એ સમયે ભારતીય તિરંગાથી ઝગમગી ઉઠ્યો હતો. જ્યારે વડાપ્રધાન મોદીએ યુએઇના રાષ્ટ્રપતિએ અહીં સંમેલનમાં એક દ્વિપક્ષીય બેઠક કરી હતી.

► દુબઈમાં ‘ભારત માર્ટ’ની મોદી અને શેખે ઓનલાઈન આધાર શિલા રાખી

વડાપ્રધાન મોદી અને યુએઈના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અબ મકરિમે ગઈકાલે દુબઈમાં ‘ભારત માર્ટ’ની આધાર શિલા રાખી હતી. આ ભારતીય એમએસએમઈ ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય ખરીદનારાઓ સુધી એક અસરકારક મંચ ઉપલબ્ધ કરાવશે, નિકાસને પ્રોત્સાહન આપવામાં તે મહત્વની ભૂમિકા ભજવશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે મોદી અને મકરિમે દુબઈના જેબેલ અલી મુક્ત વ્યાપાર ક્ષેત્રમાં  બનાવવામાં આવનાર ‘ભારત માર્ટ’ના શિલાન્યાસ સંબંધીત કાર્યક્રમમાં ઓનલાઈન ભાગ લીધો હતો તેનું નિર્માણ ડીપી વર્લ્ડ કરશે.
 
►અબુધાબીના હિન્દુ મંદિરમાં મોદીએ વસુધૈવ કુટુંબકમનો ભાવ આલેખ્યો
મંદિર નિર્માણમાં યોગદાન આપનાર વિભિન્ન સંપ્રદાયના લોકો સાથે મુલાકાત કરી
અબુધાબી: વડાપ્રધાન મોદીએ બીએપીએસ સ્વામીનારાયણ સંપ્રદાયના હિન્દુ મંદિરના લોકાર્પણ દરમિયાન મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર વિભિન્ન સંપ્રદાયોના લોકો સાથે મુલાકાત કરી હતી.હળવા ગુલાબી રંગનો રેશમી કુર્તો-પાયજામો અને બાંય વગરનું જેકેટ પહેરેલા વડાપ્રધાન મોદીએ પુજાવિધિ તેમજ ‘વૈશ્ર્વિક આરતી’માં પણ ભાગ લીધો હતો. આ વૈશ્ર્વિક આરતી બીએપીએસ સંસ્થાના દુનિયા ભરના 1200થી વધુ મંદિરોમાં એક સાથે આયોજીત થઈ હતી. વડાપ્રધાને મંદિરમાં કૃત્રિમ રીતે તૈયાર કરાયેલ ગંગા-જમના નદીઓમાં જલાર્પણ પણ કર્યું હતું.
 
►ભારતીય શ્રમિકો માટે હોસ્પિટલ બનાવવા જમીન આપી
આ તકે વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે આ ભવ્ય અને પવિત્ર જગ્યાએથી એક વધુ ખુશ ખબર આપવા માગુ છું કે આજે યુએઇના રાષ્ટ્રપતિએ ભારતીય શ્રમિકો માટે એક હોસ્પીટલ બનાવવા માટે જમીન આપવાની જાહેરાત કરી છે.
 
 
                 દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમીટને પીએમનું સંબોધન
► સરકારનો અભાવ પણ ન હોવો જોઈએ અને દબાણ પણ ન હોવું જોઈએ: મોદી
શેખ મોહમ્મદની વિઝનરી લીડરશીપ ખૂબ જ ખાસ: પીએમ
વડાપ્રધાન મોદીએ દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમીટને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગવર્નેસને લઈને ગ્લોબલ સાઉથનો અવાજ સહિત અનેક મહત્વના સંદેશ અપાય. મોદીએ દુબઈના વધતા કદમોનો ઉલ્લેખ કરીને તેને દુબઈ સ્ટોરી બતાવ્યા હતા. તેમણે શેખ મોહમ્મદ બિન રાશિદની વિઝનરી લિડરશીપના રોલને ખાસ જણાવ્યો હતો.
વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમની સરકારે તેની સરકારે લોકોના સપના અને જરૂરિયાતોને પુરા કરવામાં ધ્યાન આપ્યું છે. 23 વર્ષના પોતાના શાસનના અનુભવને લઈને તેમણે કહ્યું હતું. આ 23 વર્ષમાં મારો સૌથી મોટો સિદ્ધાંત રહ્યો છે. મિનિમમ ગવર્નમેન્ટ મેકસીમમ ગવર્નેસ. તેમણે કહ્યું હતું કે સરકારનો અભાવ પણ હોવો જોઈએ અને સરકારનું દબાણ પણ ન હોવું જોઈએ. લોકોની જિંદગીમાં સરકારની દખલ ઓછામાં ઓછી હોય એ નિશ્ચિત કરવું જરૂરી.
 
 
 
 
 
 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj