BCCI એ 16 એપ્રિલના IPL ફ્રેન્ચાઈઝીના માલિકોની બેઠક બોલાવી: મેગા ઓક્શન અને પ્લેયર રીટેન્શન એજન્ડામાં હશે

India, Gujarat, Sports | Ahmedabad | 02 April, 2024 | 12:22 PM
રામનવમીને કારણે KKR Vs RR મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી શકે છે
સાંજ સમાચાર

અમદાવાદ,તા.2
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમના માલિકોની બેઠક બોલાવી છે, જે 16 એપ્રિલે અમદાવાદમાં યોજાશે. તે જ દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે.

આ વર્ષે યોજાનારી મેગા ઓક્શન અને ખેલાડીઓની રિટેન્શન સંખ્યા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. IPL ટીમના માલિકો આ અંગે અલગ-અલગ મંતવ્યો ધરાવે છે. સંખ્યા પર કોઈ સ્પષ્ટ સર્વસંમતિ નથી અને એવંં માનવામાં આવે છે કે BCCIતેના પર વાટાઘાટો કરવા માગે છે.

બીજી તરફ, 17 એપ્રિલે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ ટત રાજસ્થાન રોયલ્સ મેચ રામ નવમીના કારણે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી શકે છે. ફ્રેન્ચાઈઝી, સ્ટેટ એસોસિયેશન અને બ્રોડકાસ્ટર્સ સહિત દરેકને આ અંગે જાણ કરવામાં આવી છે.

ચૂંટણી અને તહેવારોને કારણે કોલકાતા પોલીસ પાસે સુરક્ષા માટે વધારે ફોર્સ નહીં હોય. આ કારણોસર, મેચ બીજા દિવસે અથવા તે જ દિવસે અન્ય સ્થળે યોજાઈ શકે છે. BCCIઅને ક્રિકેટ એસોસિયેશન ઑફ બંગાળ (CAB) કોલકાતા પોલીસના સંપર્કમાં છે.

આ બેઠકમાં BCCIના પ્રમુખ-સચિવ પણ હાજરી આપશે
BCCIના પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ અને IPL ના અધ્યક્ષ અરુણ સિંહ ધૂમલ પણ બેઠકમાં હાજરી આપશે. એવું માનવામાં આવે છે કે IPL ના CEO હેમાંગ અમીને મીટિંગને લઈને દરેકને પત્ર મોકલ્યો છે. આમાં IPL ફ્રેન્ચાઇઝીના તમામ દસ માલિકોને મોકલવામાં આવેલા આમંત્રણનો સમાવેશ થાય છે. એવો અંદાજ છે કે માલિકોની સાથે તેમના સીઈઓ અને ઓપરેશન્સ ટીમ પણ હોઈ શકે છે.

અમીને મીટિંગ માટેનો એજન્ડા સ્પષ્ટ કર્યો નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે BCCI અનેક નીતિ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, મુખ્યત્વે આગામી વર્ષ માટેની મેગા-ઓક્શન.

સેલેરી કેપ પર પણ ચર્ચા થઈ શકે છે
બેઠકમાં પગાર અંગે પણ ચર્ચા થઈ શકે છે. છેલ્લા મીની-ઓક્શન દરમિયાન, કેપ 100 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી, પરંતુ બે વર્ષ પહેલા BCCI એ 48,390 કરોડ રૂપિયાના બ્રોડકાસ્ટ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. જેના કારણે ટીમની કેન્દ્રીય આવકમાં પણ વધારો થવાની ધારણા છે.

 

ફ્રેન્ચાઈઝીના પર્સમાં વધારો :રીટેન્શન વિશે મહત્વના નિર્ણય શકય
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડે 15 મી એપ્રિલે અમદાવાદમાં ઈન્ડીયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની દસેય ફ્રેન્ચાઈઝીના માલીકો વચ્ચે એક બેઠક યોજી છે.જેમાં આગામી આઈપીએલમાં દરેક ફ્રેન્ચાઈઝી માટે ક્રિકેટર્સને ખરીદવા માટેનાં પર્સમાં વધારો તથા ખેલાડીઓને રિટેઈન કરવાના મુદા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે તેવી સંભાવના છે.

આ બેઠક દરમ્યાન આ વર્ષનાં અંતમાં યોજાનારી મેગા હરરાજી અંગે ચર્ચા થાય તેવી સંભાવના છે. જેમાં ખેલાડીને રીટેઈન કરવા જેવા મહત્વના મુદાઓ અંગે ચર્ચા થઈ શકે છે.હાલમાં દરેક ફ્રેન્ચાઈઝી પાસે જે તે ક્રિકેટરની ખરીદી માટે 100 કરોડનું પર્સ રહેલુ છે.

હાલના નિયમ મુજબ દરેક ફ્રેન્ચાઈઝી દર વર્ષની હરરાજી અગાઉ ચાર ખેલાડીને રીટેઈન કરી શકે છે અને આ રિટેઈન દર ત્રણ વર્ષે થાય છે.છેલ્લે 2022 ની હરરાજી અગાઉ વિવિધ ફ્રેન્ચાઈઝીએ ખેલાડીઓને રિટેઈન કર્યા હતા હવે 2025 ની આઈપીએલનો પ્રારંભ થાય તે અગાઉ ફરીથી મેગા હરરાજી યોજાશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj