બીસીજી ચેરમેન પદે જે.જે. પટેલ, વા.ચેરમેન તરીકે મુકેશભાઈ કામદારની બિનહરીફ વરણી

Local | Rajkot | 26 February, 2024 | 04:38 PM
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં બીજીવાર ચેરમેન બન્યાનો રેકોર્ડ જે. જે. પટેલના નામે નોંધાયો, વાઇસ ચેરમેન મુકેશભાઈ કામદાર જૂનાગઢના સિનિયર એડવોકેટ છે
સાંજ સમાચાર

રાજકોટ, તા.26
 

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચેરમેન પદે જે.જે. પટેલ અને વાઈસ ચેરમેન તરીકે મુકેશભાઈ કામદારની બિનહરીફ વરણી થઈ છે. આ સાથે બીસીજીમાં બીજીવાર ચેરમેન બન્યાનો રેકોર્ડ જે. જે. પટેલના નામે નોંધાયો છે.

વાઇસ ચેરમેન મુકેશભાઈ કામદાર જૂનાગઢના સિનિયર એડવોકેટ છે.શનિવારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સમરસ પેનલના પ્રણેતા જે. જે. પટેલ ચેરમેન તરીકે બિન હરીફ જાહેર થયેલા તેમજ વાઇસ ચેરમેન તરીકે મુકેશભાઈ કામદારની વરણી થતા વકીલ આલમમાં ઉત્સાહ છવાયો હતો. ફૂલહાર કરી હોદ્દેદારોને અભિનંદન પાઠવાયા હતા.

બાર કાઉન્સીલની સ્થાપના થયા પછી જે. જે. પટેલ એક એવા એડવોકેટ છે જે બીજી વખત બીસીજીના ચેરમેન બની ઈતિહાસ સર્જ્યો છે. છેલ્લા 24 વર્ષથી સમરસ પેનલને બાર કાઉન્સીલમાં સત્તામાં રાખવામાં શ્રી પટેલે મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની નિમણુંકથી સમગ્ર ગુજરાતના વકીલોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અત્રે એ પણ નોંધવું જરૂરી છે કે સમગ્ર ગુજરાત માં આવેલા 272 તાલુકા - જિલ્લા વકીલ મંડળોમાં મોટા ભાગના વકીલ મંડળોમાં જે જે પટેલ ની સંગઠનાત્મક વ્યુરચના ને કારણે ભાજપ સમર્થક વકીલો હોદ્દા પર છે. 1,20,000 વકીલો જેમાં 33790 મહિલા વકીલો ધરાવતા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં 272 બાર એસો. જોડાયેલ છે. 25 લાખ પરિવારોના કેસ લડતા ગુજરાતના વકીલોનું રાજકીય અને સંગઠાનાત્મક દષ્ટ્રીએ મહત્વની નોંધ લેવી પડે તેમ છે. જે.જે. પટેલ છેલ્લા પાંચ ટર્મથી ભાજપ લીગલ સેલ ક્ધવીનર તરીકે કામ કરી વિશાળ રાજયવ્યાપી વકીલોનુ સંગઠન ઉભુ કયુઁ છે. 

♦ વકીલો સાથે થતા અપમાનજનક કિસ્સામાં અસરકારક રજૂઆત કરી ઉકેલ લાવીશું : જે.જે.પટેલ

જે. જે. પટેલે ચેરમેન પદ ગ્રહણ કર્યા બાદ જણાવ્યું હતું કે,  24 કરોડ જેવી માતબર રકમ બીસીજી ને આપવા બદલ સમગ્ર ગુજરાતના વકીલો રાજયની સરકારનો આભાર માને છે. દેશ ની જનતાને નવા કાયદાઓ આપનાર પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહનો આભાર માનીએ છીએ. વકીલો માટે ભવનનું નિમાઁણ કરવામાં આવશે. એજયુકેશન એકેડમીનું નિર્માણ કરીશું. મરણોતર રકમમાં વઘારો કરીશું. જિલ્લા બાર એસોસીએશનોને એક મહિલા પ્રતિનિધિની હોદ્દા (એલ.આર) આપવા જિલ્લા બારને જણાવીશુ. જિલ્લા કક્ષાએ લીગલ સેમિનાર કરીશું પોલીસ દ્વારા વકીલો સાથે કરવામાં આવતા અપમાનજન કિસ્સાઓમાં સરકારમાં અસરકારક રજૂઆત કરવામાં આવશે.

♦ જુદી જુદી કમિટીમાં નિમણુંક

બીસીજીમાં એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે વડોદરાના નલીનભાઈ પટેલ તેમજ એનરોલમેન્ટ કમિટીમાં જામનગરના મનોજભાઈ અનડકટ, ફાઇનાન્સ કમિટીમાં અનિલભાઈ કૈલા, રુલ્સ કમિટીમાં પી.ડી.પટેલ, જીએલએચ કમિટીમાં ભરતભાઈ ભગત, લીગલ એજ્યુકેશન કમિટીમાં વિજયભાઈ પટેલ, બિલ્ડીંગ કમિટીમાં કરણસિંહ વાઘેલા સહિતના બિન હરીફ ચૂંટાયેલા જાહેર થયેલા હતા.

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj