માણાવદરમાં ભાજપ અનુ. જન જાતિ મોરચાનાં પ્રમુખની હત્યાના ગુનામાં આરોપીની શોધખોળ

Crime | Junagadh | 24 February, 2024 | 01:45 PM
જુની અદાવતમાં કરપીણ હત્યા કરી હત્યારા ફરાર: પોલીસે પગેરૂ દબાવ્યું
સાંજ સમાચાર

જુનાગઢ તા.24
 

 માણાવદરમાં યુવાનની ભર બપોરે જમીને ઘરે જતી વખતે ગુના મનદુ:ખના કારણે છરીના ઘા ઝીંકી હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. પાંચ શખ્સો સામે થાપલાના રહીશ મુળુભાઈ જીવાભાઈ ઉલવા (ઉ.52) એ ફરીયાદ નોંધાવી હતી.

 આ અંગેની વિગત મુજબ માણાવદર ગોકુલનગરમાં રહેતા અને ભાજપ અનુસુચિત જન જાતિ મોરચાના પ્રમુખ જગદીશભાઈ લખમણભાઈ ઉલવા (ઉ.34) અને લખમણભાઈ કોડીયાતર રઘુવીરપરામાં લગ્ન પ્રસંગે જમવા ગયેલ ત્યારે જમીને પરત ફરતી વખતે અગાઉના મનદુ:ખમાં આરોપીઓ વેજા પોલા મોરી અને તેનો દીકરો હાર્દિક વેજા મોરી તેમજ રાજુ લખમણ કોડીયાતર, એભા લખમણ કોડીયાતર તેમજ પુરીબેન વેજા મોરીએ અગાઉથી કાવત્રુ રચી રસ્તામાં મોટર સાયકલો લઈ રસ્તામાં ઉભેલ હતા. રબારી સમાજ ખાતે માતાજીના છેલણનો પ્રસંગ પતાવી જમીને ઘરે જતા જગદીશભાઈ લખમણભાઈ ઉલવા (ઉ.34)નું મોટર સાયકલ રોકાવી પુરીબેનના હાથમાં કુહાડી હતી. તેમણે કુહાડીનો ઘા કરેલ તેમજ વેજા પોલા મોરી અને હાર્દિક વેજા મોરીએ છરી પેટના ડાબી બાજુએ મારી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. આરોપી વેજા મોરીએ કુહાડીના ઘા માથામાં ડાબી સાઈડ પગમાં ત્રણેક ઘા મારી લોહીલોહાણ કરી નાખેલ. આરોપીઓ વેજા પોલા મોરી અને હાર્દિક વેજા મોરીએ લખમણ કારાભાઈને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છુટયા હતા. હત્યા પહેલા પુરીબેને મારી નાખો તેવી બૂમો પાડી હતી. જગદીશભાઈને તાત્કાલીક વધુ સારવાર માટે જુનાગઢ લઈ જવાતા જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

 બનાવની ફરીયાદ મુળુભાઈ જીવાભાઈ ઉલવા (ઉ.52) રે. થાપલા વાળાએ નોંધાવતા પોલીસે 302, 323, 324, 506 (2) 120 બી 294 (ખ) 114 જીપીએકટ 135 મુજબ ગુન્હો નોંધી પીએસઆઈ સી.વાય. બારોટે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા તપાસ આગળ ધપાવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj