(વિનુભાઇ મેસવાણિયા)
માંગરોળ, તા. 19
માંગરોળ નગરપાલિકા ચુંટણીની 36 સીટનું પરીણામ જાહેર થતા માંગરોળની જનતાએ ખંડીત જનાદેશ આપ્યો હતો જાહેર થયેલ પરીણામોમાં ભાજપ 15, કોંગ્રેસ 15, બસપા 4, આપ 1, અપક્ષ ને 1 બેઠક મળેલ છે. આજે ભાજપ અને કોંગ્રેસે વિજેતા ઉમેદવારોનું ઢોલ નગારા સાથે શહેર ના મુખ્ય માર્ગો ઉપર અબીલ ગુલાલની છોડો વચ્ચે વિજય સરઘસ કાઢી ફટાકડા ફોડી ઊજવણી કરી હતી.
આ સરઘસમા બંને પક્ષોના ઉમેદવારો,આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો ઉમટી પડયા હતા. અઢી વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાયેલ આ ચુટણીમાં 30 વર્ષ બાદ ક્ષત્રિય સમાજના બે ઉમેદવાર ચુંટાઈ આવ્યા છે જયારે બ્રહ્મ સમાજ ના મહિલા ઉમેદવાર પરાજીત થતા પ્રથમ વખત આ બ્રહ્મસમાજ પ્રતિનિધિત્વ વિહોણો બનેલ છે આ ઉપરાંત કોંગ્રેસના ગઢ ગણાતા વોડ નંબર 9 મા અપક્ષ ઉમેદવાર ઈરફાન કરુડ આ ઈલેકશનમા પુરુષ વર્ગમાં સૌથી વધુ મત મેળવી વિજેતા બની એક માત્ર અપક્ષ તરીકે ચુંટાઈ આવ્યા હતા.
જોકે પરિણામ જાહેર થતાની સાથેજ તેમણે કોગેસ ગૃપ સાથે ફોટાઓ પડાવી પોતાની આવનાર સમયની દિશા નિદેશ આપી દીધી છે આ ચુંટણીમાં ઔવેશીની મીમ પાર્ટી અને નેશનલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાનો સંપૂર્ણ રકાસ થયો હતો 36 બેઠકોની માંગરોળ નગરપાલિકાના બહુમતિ જાદુઈ આંક 19 સુધી પહોંચવા બધા પક્ષો નિષ્ફળ જતા આગામી દિવસો મા સતા મેળવવા ભાજપ કોંગ્રેસ પોતપોતાના સોગઠા ગોઠવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy