જામનગરમાં પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનું બુથ પ્રમુખ સંમેલન

Gujarat, Saurashtra, Politics | Jamnagar | 12 April, 2024 | 03:12 PM
સાંજ સમાચાર

જામનગર તા.12

જામનગર લોકસભાની બેઠકમાં ભાજપના બુથ પ્રમુખ સમલેનને સંબોધન કરતા પ્રદેશ અધ્યક્ષ સી આર.  પાટીલે  પાંચ લાખની લીડથી કેવી રીતે જીત મેળવી શકાય તેની ગુરુચાવી આપી હતી.

ભાજપ દ્રારા લોકસભા જામનગર બેઠકના જામનગર મહાનગરપાલિકા, જામનગર અને દેવભૂમિ દ્વારકા  જિલ્લાના બુથ પ્રમુખ સમલેન  ઓસવાલ સેન્ટર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર. પાટીલના અધ્યક્ષસ્થાને  યોજવામાં આવ્યું હતું.આ સમલેનને દીપ પ્રાગટય કરીને ખુલ્લું મુકયા બાદ પ્રદેશ અધ્યક્ષ પાટીલે  ભાજપના આ બુથ પ્રમુખોની  જીત અંગેની ગુરુ ચાવી  આપી હતી.તેઓ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગુહમંત્રી અમીતભાઈ શાહ સહિત  કેન્દ્રીય મોવડીમડલ લોકસભાના ઉમેદવારની પસંદગી કરતા પહેલા તેના મત વિસ્તાર અંગે  જીતના કારણો અને ઉમેદવાર અંગે વીશેષ રાજકીય પાસાઓને ધ્યાને રાખવામાં આવ્યો હતો. 100 ગણા ગારીને પછી ઉમેદવારને ટીકીટ આપવમાં આવી છે. 

આ પસંદગીમા કાર્યકરોની સેન્સ પણ  નિરીક્ષકોએ આપેલા અભિપ્રાયોને વિચારાધીન લીધા હતા. ભાજપના નરેન્દ્ર મોદીના નેતુત્વમાં કેન્દ્રીય સરકાર અને રાજ્ય સરકાર દ્રારા કરવામાં આવેલા અનેક વિકાસના કામોના બાથા સાથે ભાજપનો કાર્યકર લોકોની વચ્ચે ભાજપના ઉમેદવારને મત આપવા લોકસપર્ક કરશે. 

ભાજપના અધ્યક્ષ પાટીલે  ઓસવાલ સેન્ટરમાં માત્ર અપેક્ષિત ભાજપના કાર્યકરો ને બંધ બારણે બેઠકને સબીધન કરતા જામનગર લોકસભાની સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડામને કેવી રીતે પાંચ લાખની લીડ સાથે વિજેતા બનાવી શકાય તે માટે રાજકીય ગુરુ ચાવી આપી હતી.
આ બુથ સમલેનમાં સ્વાગત પ્રવચન ભાજપના ઉમેદવાર અને સાસંદ પૂનમબેન માડમ કર્યું હતું.તેઓ બુથના પ્રમુખોને આવકરેલ હતાં અને ચૂંટણી પ્રચારના કામમાં લાગી જવા અપીલ કરી હતી.

ભાજપના બુથ સમલેનમાં ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી,મેધીજીભાઈ ચાવડાઅને માજી મંત્રી ચીમનભાઈ શાપરિયાએ સબીધન કરેલ હતું. જિલ્લાના પ્રભારીમંત્રી મુળુભાઇ બેરા,  જિલ્લા પ્રમુખ રમેશ મુગરા,શહેર પ્રમુખ ડો વિમલ કગથરા,દેવભૂમિ દ્વારકાન પ્રમુખ મયુર ગઢવી ,મેયર, જિલ્લા,પ્રમુખ,માજી સાસંદ ચંદ્રેશ પટેલ, માજી મંત્રી પ્રો વસુબેન ત્રિવેદી,પરમાનદ ખટ્ટર,માજી ધારાસભ્યો તાલુકા અને મહાનગર પાલિકાના કોર્પોરેટરો સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj