(ભરત ગોહેલ દ્વારા) જામજોધપુર,તા.19
જામજોધપુર નગર પાલિકામાં 7 વોર્ડમાં 28માંથી 27 બેઠક પર ભાજપે કબ્જો મેળવી ફરી સતારૂઢ થયેલ છે. જયારે કોંગ્રેસ એકપણ બેઠક જીતી શકી નથી તેમજ વોર્ડ 1-7-4--3માં અપક્ષ લડી રહેલ ચારે ચાર ઉમેદવારોની પણ કારમી હાલ થઈ હતી.
જયારે વોર્ડ નં.7 કે જયાં વિધાન સભા જેવી ચૂંટણીનો માહોલ હતો.અહિ 35 વર્ષ થયા ભાજપમાં રહેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ લાલજીભાઈ વિંઝુડાએ ટીકીટ ન મળતા બળવો કરી આમ આદમી પાટીમાં ઝંપલાવતા ચૂંટણી જંગ જામેલ હતો.
આ વોર્ડમાં બબ્બે માજી મંત્રી શહેર જિલ્લા ભાજપના સંગઠનના હોદેદારો પૂર્વ ધારાસભ્યએ ભાજપના અગ્રણી હોદેદારોએ પ્રચાર પ્રસાર કરી આ વોર્ડમાં મતદાન દિવસે ધામા નાખ્યા છતાં વોર્ડ-7માં બળવો કરી આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડેલ પૂવે નગરપતિ લાલજીભાઈ પુરી તાકાત સાથે જીતી ગયા હતા.
આમ કુલ 20 સીટ લડતી આપ 1 સીટ જીતી શકેલ ભાજપ નગરપાલિકામાં જીત થતા આગામી વિધાન સભાની નેતાગીરીનું કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ગયું હોય એવી રાજકીય પંડીતોમાં ચર્ચા તેજ બની છે.
ભાજપ માટે ભષ્ટાચારના બુમ બરાડા તેમજ અસંતુષ્ઠોના ભારે અસંતોષ ટીકીટો વહેંચણીમાં નારાજગી આ બધા સમીકરણોને કારણો ભાજપ માટે ઘણી બેઠકો જીતવા કપરા સંજોગ થઈ ગયા હતા.નગરપાલિકામાં સતા કબ્જે કરવા લોઢાના ચણા ચાવવા જેવી સ્થીતી એક સમયે નિર્માણ થવા પામેલ હતી.
પણ ભાજપમાં ભળેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા તથા તેમની ટીમે દરેક વોર્ડમાં બેઠકો યોજી રેલીઓમાં ઉપસ્થિત રહી અનેક સભા કરી દરેક વોર્ડના ઉમેદવારો સાથે કાર્યાલયો ઉપર જઈ ઉમેદવારોને મળી ચૂંટણી જીતવા માટેની વ્યુહ રચનાઓ ગોઠવી સતત દિવસ રાત પ્રચાર કરતા ભાજપ માટે નગરપાલિકામાં સતા હાંસલ કરવી આસાન બની ગઈ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy