ચેક રિટર્ન કેસોનો ઝડપી નિકાલ કરાવવા ભાજપ સંયોજક અશોક ડાંગરની માંગ

Crime | Rajkot | 23 February, 2024 | 04:24 PM
સમન્સ, વોરંટની સમયસર બજવણી અંગે કેન્દ્રીય સહકાર મંત્રીને લેખીત રજૂઆત
સાંજ સમાચાર

રાજકોટ,તા.23
 

રાજયમાં શરાફી સહકારી મંડળીઓના ચેક રિટર્ન કેસોનો કોર્ટોમાં ભરાવો થતા બધા જ કેસોનો ઝડપી નિકાલ સાથે સમન્સ, વોરંટની બજવણી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્વરીત થાય તે અંગે સહકાર સેલ રાજકોટ શહેર ભાજપ સંયોજક અશોકભાઈ ડાંગરે કેન્દ્રીય સહકાર મંત્રીને લેખીત રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યા પ્રમાણે શરાફી સહકારી મંડળીઓની સહકાર પ્રવૃતિને જીવંત રાખવી જરૂરી છે. શરાફી સહકારી મંડળીઓની સમયસરની રીકવરી થાય તો એન.પી.એ.નું પ્રમાણ ઘટશે. 

આ માટે મંડળીઓ મારફત કોર્ટમાં નનોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ કલમ-138 અન્વયે ચેક રિટર્નની કોર્ટમાં ફરિયાદ થતાં કોર્ટોમાંં આવા કેસોનો ભરાવો થઈ રહ્યો છે કોર્ટમાં કેસોનો ઝડપી નિકાલ થાય પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સમન્સ, બેલેબલ વોરંટ નોન બેલેબલ વોરંટની સમયસર ઝડપી થાય તે માટે કેન્દ્રીય સહકાર મંત્રી ગૃહમંત્રી અમિતશાહ અને રાજયનાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લેખીત રજૂઆત અશોકભાઈ ડાંગરે કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj