સુરેન્દ્રનગર જિલ્લાનાં પાંચ ગામોમાં ભાજપનાં નેતાઓને પ્રવેશ બંધી કરાઈ

Local | Surendaranagar | 02 April, 2024 | 04:22 PM
પરસોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવા ક્ષત્રિય સમાજનો એક જ સૂર
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.2

પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ સમગ્ર વિસ્તારમાં સતત પ્રસરી રહ્યો છે કારણ કે પરસોતમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું જેને લઇને ક્ષત્રિય સમાજ દ્વારા રોષ જોવા મળી રહ્યુ છે. ત્યારે ખાસ કરીને ક્ષત્રિય સમાજ દ્વારા પરસોતમભાઈ રૂપાલાના વાણી વિલાસ સામે તેમની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં ન આવ્યા હોવાના કારણે ક્ષત્રિય સમાજમાં છે તે રોજ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ સૌ પ્રથમ વખત પાંચ ગામોમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવી દઈ અને વિરોધ નોંધાયો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પરસોત્તમ રૂપાલા ની ટિકિટ વાણી વિલાસ મુદ્દે રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે તે છતાં પણ કોઈ પગલા ભરવામાં ના આવતા બે દિવસ પહેલા સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવામાં આવ્યું છે તેમાં પણ 7000થી વધુ લોકો હાજર રહ્યા હોવાનું બહાર આવ્યું છે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપના હોદ્દેદારો પણ ક્ષત્રિય સમાજના આગેવાનો માંથી ઉપસ્થિત રહ્યા હોય તેવું છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજમાં પરસોતમ રૂપાલાના વાણીવિલાસ સામે રોષ જોવા મળી રહ્યું છે ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો અને ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા હવે ગામડાઓમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને પ્રવેશબંધી માટેના બેનરો લગાવવાના આજથી શરૂ કરવામાં આવ્યા છે ખાસ કરીને જ્યાં સુધી પરસોતમભાઈ રૂપાલાની ટિકિટ ભાજપ રદ નહીં કરે ત્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા કેસરિયા મોઢવાડા પેઢડા સહિતના ગામોમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને પ્રવેશબંધી કરવામાં આવી છે 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj