ભાજપના રાષ્ટ્રીય નેતાઓની હાજરી પણ એજન્ડા ગુજરાત નથી

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા- કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ સહિતના નેતાઓ ગુજરાતમાં

Gujarat, Politics | Rajkot | 06 May, 2025 | 04:53 PM
જો કે તમામ કેવડીયા કોલોનીમાં રાજસ્થાન ભાજપના સંગઠન વર્ગમાં હાજરી આપે છે: અમીત શાહ પણ આવશે
સાંજ સમાચાર

રાજકોટ: ગુજરાતમાં લાંબા સમયથી વિલંબમાં પડેલા ભાજપના રાજયસ્તરના સંગઠન માળખાની પુન:રચના અને રાષ્ટ્રીય કક્ષાએ પણ સતત એકસટેન્શન પર રહેલા વર્તમાન પ્રમુખ જે.પી.નડ્ડાના અનુગામીની શોધ પણ શરૂ થઈ હતી પણ પહેલગામ હુમલાએ આ સમગ્ર પ્રક્રિયાને બ્રેક મારી દીધી છે.

તે સમયે રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા ઉપરાંત ગુજરાતમાં જેઓને નવા પ્રમુખની શોધ માટેની કામગીરીની જવાબદારી નિશ્ર્ચિત કરવામાં આવી છે તે કેન્દ્રીય મંત્રી તથા સંગઠન બાબતોના નિષ્ણાંત ગણાતા શ્રી ભુપેન્દ્ર યાદવ ઉપરાંત રાજસ્થાન ભાજપના અગ્રણી અને કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મેઘવાલના ગુજરાતમાં આગમને ફરી સંગઠન ચર્ચા વધારી છે.

તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી બી.એલ.સંતોષ પણ વડોદરા પહોંચ્યા છે. જો કે આ આગમનને સીધી રીતે ગુજરાત ભાજપના સંગઠનની પ્રક્રિયા સાથે સંબંધ નથી. વાસ્તવમાં કેવડીયા કોલોનીમાં રાજસ્થાન ભાજપનો ત્રણ દિવસનો સંગઠન પ્રશિક્ષણ વર્ગ છે.

જેમાં શ્રી નડ્ડા એક દિવસ રોકાશે અને રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સહિતના આ પાડોશી રાજયના ભાજપના તમામ ધારાસભ્યો- સાંસદો અને સંગઠન સાથે જોડાયેલા અગ્રણીઓ હાજર રહેશે.

ગુજરાતમાં શ્રી ભુપેન્દ્ર યાદવના રાજયના પ્રમુખપદ માટેની પસંદગી પ્રક્રિયાની કામગીરી માટે તેઓ ગુજરાત આવે તેની રાહ જોવાતી હતી અને તેમનો એક કાર્યક્રમ નિશ્ર્ચિત પણ થયો હતો પણ તેમના પિતાનો સ્વર્ગવાસ થતા તે મુલાકાત રદ કરવી પડી હતી. ગઈકાલથી શરૂ થયેલા રાજસ્થાન ભાજપના આ સંગઠન વર્ગમાં ગુજરાત અંગે ચર્ચા થવાની શકયતા નથી.

ગુજરાત ભાજપના કોઈ અગ્રણીઓ પણ અપેક્ષિત નથી પણ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ પણ એક સત્રમાં હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલે હજુ સંગઠન પ્રક્રિયા ફરી હાથ ધરાય તેવી શકયતા નથી.

જો કે ગુજરાતના તમામ જીલ્લા-મહાનગરોમાં પ્રમુખ સહિતના પદો પર નિયુક્તી થઈ ગઈ છે અને હજુ જીલ્લા-મહાનગર માળખામાં મહામંત્રી સહિતના નામોની પસંદગી બાકી છે તેની પ્રક્રિયા થશે કે પહેલા નવા પ્રદેશ પ્રમુખ મળશે તે પણ નિશ્ર્ચિત નથી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj