અનેક રાજ્યોમાં પક્ષ પલ્ટુઓેને લોકસભા ટીકીટ આપી 400 પાર થવાની ભાજપની યોજના

India, Politics, Lok Sabha Election 2024 | 01 April, 2024 | 05:30 PM
♦ તેલંગણામાં તો 17માંથી 9 બેઠકો પર બીઆરએસમાંથી આવેલા નેતાઓને ટીકીટ: આંધ્રમાં 4માંથી 3 બેઠકો ઉપર ભાજપે પક્ષ પલ્ટુઓને ઉતાર્યા
સાંજ સમાચાર

♦ ઝારખંડમાં પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાના પત્ની અને જેલમાં ગયેલા હેમંત સોરેનના ભાભીને ભાજપે ઉમેદવાર બનાવી દીધા

 

♦ પંજાબમાં ભાજપનું સંગઠન જ કોંગ્રેસમય: પ્રદેશ પ્રમુખ મુળ કોંગ્રેસી: અમરીન્દર ફેમીલી પણ હવે ભાજપમાં: પરણિત કૌરને પતીયાલાની ટીકીટ આપી

 

નવી દિલ્હી, તા.1
પંજાબમાં લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કરીને એસ-ફર્સ્ટ સંદેશો આપી દીધો છે કે રાજ્યમાં તેમનો પક્ષ પૂર્ણ રીતે આયાતી ઉમેદવારો ઉપર જ આધારિત છે અને તે રીતે ફકત પંજાબ જ નહીં અનેક રાજ્યોમાં ભાજપે જ્યાં તેની સરકાર કે સંગઠન મજબૂત નથી ત્યાં પક્ષ પલ્ટુઓ પર જ મોટો આધાર રાખ્યો છે અને તે રીતે ભાજપ અનેક રાજ્યોમાં ચૂંટણી જીતવા આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં એક તરફ ભાજપે જે રીતે સાબરકાંઠામાં કોંગ્રેસ કુળના શોભનાબેન બારૈયાને ટીકીટ આપતા જબરો વિરોધ સર્જાયો છે જો કે અન્ય બેઠકો પર કોઇને કોઇ સમયે કોંગ્રેસ સાથે જોડાયેલા નેતાઓને હવે ભાજપમાં ટીકીટ મળી જાય છે. વિધાનસભા પેટા ચૂંટણીમાં તો ભાજપે તમામ પાંચ ખાલી બેઠકો પર કોંગ્રેસમાંથી પક્ષ પલ્ટો કરીને ભાજપમાં આવેલા નેતાઓને ટીકીટ આપી છે.

તેલંગણામાં ભાજપે સૌથી વધુ બેઠકો પર પક્ષપલ્ટુઓને ટીકીટ આપી છે. રાજ્યના 17માંથી 9 બેઠકો પર ભારતી રાષ્ટ્રીય સમિતિમાંથી આવેલ નેતાઓને ટીકીટ ફાળવી છે. આંધ્ર પ્રદેશમાં પક્ષે તેલુગુ દેશમ પક્ષ સાથે ચૂંટણી સમજૂતી કરી છે અને તેમાં તેને ચાર બેઠકો લડવા માટે મળી છે અને તેમાં ત્રણ બેઠકો પર ત્રણ અલગ અલગ પક્ષોમાંથી આવેલા નેતાઓને ટીકીટ આપી છે.

આ ઉપરાંત ઝારખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ ભાજપે પક્ષ પલ્ટુઓ પર આધાર રાખ્યો છે. ઝારખંડમાં શાસક ઝારખંડ મુક્તિ મોરચામાંથી હાલમાં જ પક્ષ પલ્ટો કરનાર સીતા સોરેનને લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. તો ઉત્તર પ્રદેશમાં મુંબઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કૃપાશંકરસિંહને જોનપુરથી ટીકીટ આપી છે. જ્યારે 2022માં ભાજપમાં આવનાર જીતીન પ્રસાદને પીલીભીતથી ટીકીટ આપવામાં આવી છે.

પંજાબમાં ભાજપે પૂર્ણ રીતે પક્ષ પલ્ટુઓને જ આગળ ધર્યા છે અને તેના આધારે પક્ષે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટીકીટ આપી છે. જેમાં પતીયાલા બેઠક ઉપર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરના પત્ની અને એક સમયના કોંગ્રેસના શાસન પરણીત કોરને ટીકીટ ફાળવી છે.

પંજાબ ભાજપ હવે કોંગ્રેસમય છે પક્ષના પ્રમુખ સુનિલ ઝાખડ મુળ કોંગ્રેસી છે. તો અહીં આમ આદમી પાર્ટીના સાંસદ સુશિલકુમાર રીંકુને ભાજપમાં ભેળવીને તેમને ટીકીટ આપી દીધી છે.

તો ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાના પત્ની ગીતા કોડાને સિંહભૂમથી ટીકીટ ફાળવી છે. હરિયાણામાં પણ ભાજપે ચોટાલા ફેમીલીમાંથી એક બાદ એક નેતાઓને ભાજપમાં ભેળવીને ચૂંટણી ટીકીટ આપી છે.

હરિયાણામાં નવીન જીંદાલ હાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને તેમને ટીકીટ મળી ગઇ છે. આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણકુમાર રેડ્ડી પણ હવે ભાજપની ટીકીટ ઉપર ચૂંટણી લડશે તેઓ મુળ કોંગ્રેસી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj