લોકસભા ચૂંટણી માટે હવે ઉમેદવારોની પસંદગીની ઝડપી પ્રક્રિયા શરૂ કરતો ભાજપ

આજે જામનગર સહિત રાજયની તમામ લોકસભા બેઠક પર ભાજપની સેન્સ

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Jamnagar | 26 February, 2024 | 02:46 PM
રાતોરાત ગાંધીનગરથી સંદેશાઓ છુટયા: નિરીક્ષકોને મારતી મોટરે દોડાવાયા: આજે 5-6 કલાકમાં જ મર્યાદીત અપેક્ષિતો લોકસભા માટે ભાજપના ઉમેદવારો માટે સેન્સ આપશે
સાંજ સમાચાર

રાજકોટ તા.26
ગુજરાત સહિત દેશભરમાં આગામી સમયમાં આવી રહેલી લોકસભા ચુંટણી પુર્વે જ ભારતીય જનતા પક્ષે હવે ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા શરુ કરી લીધી છે અને અગાઉ પક્ષે ચાલુ મહિનામાં જ ચુંટણી કાર્યાલયો પણ ખોલી નાખ્યા હતા અને કમળ સંદેશ સાથે ચુંટણીમાં જવા કાર્યકર્તાઓને જણાવાયું હતું તે વચ્ચે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટના કાર્યક્રમ પુરો થતા જ રાજયભરમાં સેન્સ માટેનો સંદેશો મોકલી દેવાયો હતો અને રાત્રે જ પક્ષે તમામ 26 બેઠકો પર સેન્સ માટે પક્ષના નિરીક્ષકોને તાત્કાલિક પહોંચી જવા પણ જણાવ્યુ હતું

તે મુજબ આજે રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતની તમામ લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરુ થઈ ગઈ છે અને સાંજ સુધીમાં તે પુરી થઈ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ સેન્સમાં અપેક્ષિતો પણ મર્યાદીત રાખવામાં આવ્યા છે અને ખુદ મેયર, ડે.મેયર કે સ્ટેન્ડીંગ ચેરમેન જેવા ટોચના પદાધિકારીઓને પણ સેન્સ માટે તેમના જે તે મહાનગરમાં જવાની કોઈ સૂચના નથી.

આ ઉપરાંત દરેક જીલ્લાઓમાં સેન્સ માટે 100થી110 અપેક્ષિતો નિશ્ર્ચિત કરાયા છે અને તે મુજબ દરેક જિલ્લા અને મહાનગર ખાતેના કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદેશ દ્વારા નિયુક્ત થયેલા નિરીક્ષકો આજે સાંજે સેન્સ પ્રક્રિયા પુરી કર્યા બાદ આગામી એક દિવસમાં જ તેનો રિપોર્ટ સુપ્રત કરી દેશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજથી બે દિવસના તેલંગાણા પ્રવાસે છે જે બાદ તેઓ તુર્તજ એટલે કે આવતીકાલ સાંજે ગુજરાત ભાજપનું પાર્લીયામેન્ટ્રી બોર્ડ મળી શકે છે અને તા.29ના રોજ ભારતની કેન્દ્રીય ચુંટણી સમીતીની બેઠક યોજાનાર છે અને તેમાં નામોની જાહેરાત થાય તો આશ્ચર્ય થશે નહી.

આ સેન્સ પ્રક્રિયાને અત્યંત ઝડપ સાથે મર્યાદીત રાખવામાં આવી છે અને સેન્સના નામો પણ જે તે જિલ્લા કે મહાનગરના શહેર પ્રમુખ અને પ્રભારીને જ મોકલવામાં આવ્યા હતા.

તા.29ના ભાજપની કેન્દ્રીય ચુંટણી સમીતીની પ્રથમ બેઠક: ગુજરાતના નામો અંગે પણ નિર્ણયની શકયતા
રાજકોટ તા.26

ભાજપે જે રીતે સેન્સ પ્રક્રિયા ઝડપી અને મર્યાદીત બનાવી છે તેના પરથી આવતીકાલે ગુજરાત ભાજપનું પાર્લીયામેન્ટ્રી બોર્ડ મળે અને તેમાં નિરીક્ષકો દ્વારા અપાયેલ રિપોર્ટ પર ચર્ચા થાય તેવી શકયતા છે. તા.29ના ભાજપની કેન્દ્રીય ચુંટણી સમીતીની પ્રથમ બેઠક મળી રહી છે અને તેમાં 100 કરતા પણ વધુ નામોને મંજુરી આપી દેવાશે જેમાં ગુજરાતના નામોનો પણ નિર્ણય લેવાય તેવી શકયતા નકારાતી નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj