બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા સતત 16મા વર્ષે હનુમાન જન્મોત્સવની રથયાત્રા

મંગળવારે બડા બજરંગદાદાની નગર ચર્યા: 61 ફ્લોટસ જોડાશે

Local | Rajkot | 20 April, 2024 | 04:29 PM
રથયાત્રામાં 51 ફૂટનો ભગવો ધ્વજ લઇને ભક્તો ચાલશે: રજવાડી રથને ભક્તો રસ્સા દ્વારા ખેંચવામાં આવશે: સમગ્ર રૂટને કેસરી ધજાપત્તાકાથી શણગારવામાં આવશે: અખાડાના દાવની પ્રસ્તુતિ: દેવી-દેવતાના જીવંત પાત્રો આકર્ષણનું કેન્દ્ર બનશે: તૈયારીઓનો ધમધમાટ
સાંજ સમાચાર

રાજકોટ, તા.20

આગામી તા.23મીના મંગળવારે અંજની નંદન હનુમાનજી મહારાજનો પ્રાગટ્યોત્સવ બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ ભવ્ય રીતે ઉજવાશે. આ વર્ષે મંગળવારનો દિવસ પણ આવેલો હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ છે.

આ અંગેની વિગતો આપવા ‘સાંજ સમાચાર’ કાર્યાલય પર કલ્પેશ ગમારા, દિનેશ પુનવાણી, રવિ ભટ્ટી, રાજા જાદવ, વિક્રમ ડાંગર, કલ્પેશ સોની, જગદીશ જોગડીયા, કૃણાલ મલસતાર, અજીત ગમારા, મીત જાદવ, રોનક ભલસોડ, રૂહુ ગમારા વગેરે આવેલા હતાં.

બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા સતત 16મા વર્ષે શ્રી હનુમાન જન્મોત્સવની રથયાત્રાનું ભવ્ય આયોજન કરેલ છે. આ યાત્રાનું આયોજન ભવ્યાતી ભવ્ય બનાવવા રાજકોટની 100થી વધુ હિન્દુ સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી છે અને યાત્રાને વધુ વિશાળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

►રથયાત્રાનું આકર્ષણ
બડા બજરંગ ફાઉન્ડેશન આયોજીત યાત્રામાં આશરે 60થી વધુ આકર્ષણ ફ્લોટ્સ જોડાશે. સર્વ પ્રથમ 51 ફૂટનો ભગવો ધ્વજ લઇને ભક્તો ચાલશે, બડા બજરંગ દાદાની મૂર્તિ જે રાજમાર્ગો પર રજવાડી રથમાં નીકળશે જેની સાથે લોકોની શ્રધ્ધા જોડાયેલી છે જે રજવાડી રથને રસ્સા દ્વારા ખેંચવામાં આવશે, 151 કિલોનો મલીનદાનો પ્રસાદ રથયાત્રાના રૂટમાં આપવામાં આવશે. દાદાના રથની ઉપર ટોપ દ્વારા પુષ્પા વર્ષા કરવામાં આવશે.

પર્યાવરણ જાગૃતિ માટેના સંદેશ આપતા ફ્લોટ્સ જોડાશે તેની સાથે નારી શક્તિને ઉજાગર કરતાં બેટી બચાવો બેટી પઢાઓના મેસેજ આપતા ફ્લોટ્સ જોડાશે, ગૌમાતાને વિશ્ર્વમાતા બનાવીને ગૌમાતાનું મહત્વ સમજાવતા ફ્લોટ્સ જોડાશે, થેલેસેમિયાની બીમારી કેટલી ખતરનાક છે અને તેને કેમ અટકાવી શકીએ, રકત આપવું કેટલું મહત્વનું છે તેવો રક્તદાન જાગૃતિનો સંદેશો આપતો ફ્લોટ્સ જોવા મળશે, સમગ્ર યાત્રા દરમ્યાન જીવદયાનું કાર્ય જેમાં ગાયમાતાને લાડુ, કીડીયારુ, પક્ષીને ચણની કીટોનું વિતરણ કરવામાં આવશે, ડેકોરેશન કરેલ ફોરવિલર તેમજ બાઇક જોવા મળશે, બજરંગીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર અખાડાના દાવ જેવા કરતબો કરી શક્તિનું પ્રદર્શન કરશે, રૂટ પરના તમામ વિસ્તારો કેસરી ધ્વજા પતાકાથી શણગારવામાં આવશે. સમગ્ર રૂટને કેસરીયો બનાવવામાં આવશે, રૂટ પર તેમજ રાજકોટના જુદા-જુદા માર્ગો પર શ્રી હનુમાનજી મહારાજના 166 ફુટના વિશાળ 100 થી પણ વધુ બેનરો લગાડવામાં આવશે તેમજ 42॥ ફુટના 200થી પણ વધુ બેનરો મુકવામાં આવશે, ઠેર ઠેર જુદી-જુદી સંસ્થાઓ દ્વારા રંગોળી, પુષ્પોની વર્ષાથી તેમજ ફટાકડા ફોડી યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે, યાત્રાના સમગ્ર રૂટ પર ઠંડાપીણા, સરબત, છાશ, પ્રસાદની વ્યવસ્થા ભક્તો દ્વારા કરવામાં આવશે.

►ડીજેના સંગાથે બજરંગીઓ ડોલશે
ડીજે અને કેશિયો પાર્ટીના સંગાથે રથયાત્રાના રૂટમાં જય જય શ્રી રામ અને હર હર મહાદેવ અને રાજ તિલક્કી કરી તૈયારી આ રહે હે ભગવાધારી, ભારત કા બચા બચા જય જય શ્રી રામ બોલેગા જેવા ગીતો સાથે બજરંગીઓ જુમશે, બહેનો માટે પણ ડીજેની અલગથી વ્યવસ્થા કરેલ છે જેથી તેઓ પણ કોઇપણ જાતના સંકોચ વગર ઉજવણી કરી શકશે.

►યાત્રાનું પ્રસ્થાન
તા.23ના મંગળવારે સાંજે 4-30 વાગ્યે બડા બજરંગ હનુમાનજી મંદિરથી રામનાથપરા-16થી યાત્રાનો પ્રારંભ થશે, જે બડા બજરંગ ચોક, રામનાથપરા મેઇન રોડથી, ગરૂડ ગરબી ચોક થઇને વિરાણી વાડી રોડથી હાથીખાના મેઇન રોડ, કેના રોડથી ગુંદાવાડી પોલીસ ચોકી થઇને પેલેસ રોડથી સંતોષ ડેરી સામેનો રોડથી કરણપરા ચોકથી પ્રહલાદ પ્લોટ મેઇન રોડથી ભુપેન્દ્ર રોડથી શ્રી બાલાજી હનુમાન મંદિર ખાતે યાત્રાની પૂર્ણાહુતિ થશે. રથયાત્રામાં 61 ફ્લોટ્સ જોડાશે.

આ વર્ષના યાત્રા અધ્યક્ષ તરીકે હિંદુવાદી અને ધાર્મિક કાર્યમાં અગ્રેસર રહેતા અને યુવાઓના માર્ગદર્શક પ્રેરક વ્યકિત વિજયભાઇ વાંકની નિમણૂંક કરવામાં આવેલ છે જે પોતે યુવાઓને સાથે રાખી શક્તિનું પ્રદર્શન કરશે તેમના હસ્તે યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે તેમ જણાવાયું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj