પરિણીતા પર દુષ્કર્મના કેસમાં આરોપીની જામીન અરજી રદ

Crime | Jamnagar | 13 April, 2024 | 02:33 PM
સાંજ સમાચાર

જામનગર તા.13
 

જામનગર તાલુકામાં પરિણીતા પર દુષ્કર્મ કેસમાં અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. ભોગ બનનારની નબળી પરિસ્થિતિનો લાભ લઇ આરોપીએ અનેક વખત દુષ્કૃત્ય આચર્યું હતું. બહેનપણીની હાજરીમાં પરિણીતાને માર મારી સંબંધ રાખવા ધમકી આપી હતી.

જામનગર તાલુકાના એક ગામમાં રહેતી અને બે બાળકોની માતાને તેના ગામમાં રહેતા અનિરૂધ્ધસિંહ ભૂપતસિંહે તેણીના મોબાઇલ નંબર મેળવી ફોન અને મેસેજ કરી બળજબરીથી તેણીના ઘેર આવતો હતો. જયાં આવી અનિરૂધ્ધસિંહે અનેક વખત પરિણીતાની ઇચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાની પરિસ્થિતિ નબળી હોવાથી તેણી મુંગા મોઢે બધું સહન કરતી હતી. ત્યારબાદ ગત તા.18-1-2024ના પરિણીતા તેની બહેનપણી સાથે જામનગર આવી હતી. આ સમયે રીક્ષામાંથી ઉતરતા અનિરૂધ્ધસિંહે પરિણીતાને ગાળો ભાંડી, ઝાપટો મારી તારે જીવવું અને મરવું મારી સાથે પડશે તેવી ધમકી આપી હુમલો કર્યો હતો. આથી પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અનિરૂધ્ધસિંહ સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું. આથી અનિરૂધ્ધસિંહે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે ચાલી જતા સરકારી વકીલ રાજેશ વસીયરની ફક્ત ચાર્જશીટ થવાથી આરોપીને જામીન પર મુકત ન કરી તે સહિતની રજૂઆતો ધ્યાને લઈ આરોપીની જામીન અરજી રદ કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj