મધુવન સોસાયટીમાં મધુશાળાનો ધંધો: 414 બોટલ દારૂ ઝડપાયો

Crime | Jamnagar | 20 May, 2024 | 02:40 PM
પૂર્વ બાતમીના આધારે જામનગર પોલીસની એલસીબી શાખાના સ્ટાફે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો: દારૂ મળ્યો પરંતુ આરોપી હાથ ના લાગ્યો
સાંજ સમાચાર

જામનગર તા.20
જામનગરમાં દારૂબંધી વચ્ચે ચિકાર દારૂ પીવાય છે. દારૂનો જથ્થો પકડાઈ પણ છે અને આરોપી સામે કડક કાર્યવાહીના દાવા પણ થઇ રહ્યા છે. છતાં પણ આ દુષણ અટકતું નથી.તેવામાં જામનગર પોલીસે વધુ એક વખત મધુવન સોસાયટીમાં એક મકાનમાં દોરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે 414 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે આરોપી ફરાર થઈ જતાં પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

આ મામલે જાણવા મળતી વિગત અનુસાર જામનગર દારૂ મામલે જામનગર એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, જે બાતમીના આધારે જામનગરમાં મધુવન સોસાયટી વિસ્તારમાં રહેતા જીગર ઉર્ફે રવિકુશ મનસુખભાઈ ભાનુશાળી નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો. એલસીબી ની ટુકડીએ  રહેણાંક મકાન પર દરોડો પાડી તપાસ હાથ ધરતા જે મકાન બંધ હોવાથી તેને ખોલાવીને અંદર તલાસી લીધી હતી. જે અંદરથી નાની મોટી અલગ અલગ બ્રાન્ડની 414 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એલસીબી ની ટીમેં કુલ 1,02,600 ની કિંમત નો ઇંગલિશ દારૂ કબ્જે કરી લીધો છે, જ્યારે મકાન માલિક જીગર ભાનુશાળી બાગી છૂટ્યો  હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

આ કાર્યવાહીમા પીઆઈ વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર.કે.કરમટા તથા પી.એન મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ધમેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામાં આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj