બાવળીયા સુરેન્દ્રનગરમાં, માંડવીયા પોરબંદરમાં: પ્રદિપસિંહે પણ ટીકીટ માંગી

Gujarat, Politics | Rajkot | 26 February, 2024 | 05:20 PM
ઝાલાવાડ, જુનાગઢ, ભાવનગરમાં કોળી ચહેરા માટે વધુ આગ્રહ: પૂર્વ ગૃહમંત્રીએ બે બેઠક માટે દાવો કર્યો: અનેક બેઠકો પર મોટા ફેરફારના સંકેત
સાંજ સમાચાર

રાજકોટ, તા.26
રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો પર આજે ભાજપના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં  કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી ત્રણેક બેઠકો પર નવા નામો ઉપસવા લાગ્યા છે. તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મંત્રી મંડળમાં ગૃહમંત્રી રહેલા પ્રદિપસિંહ જાડેજાના સમર્થકોએ એકાએક અમદાવાદ પૂર્વ અને ખેડાની બેઠક પર દાવો કરતાં ગરમાવો આવવા લાગ્યો છે.

પોરબંદરમાં મનસુખભાઇ માંડવીયા, સુરેન્દ્રનગરમાં કુંવરજીભાઇ બાવળીયાનું નામ ઘણા દિવસથી ચર્ચામાં રહેલું છે. સૌરાષ્ટ્રની ત્રણ બેઠક સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ભાવનગરમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ અને વજન રહેલા છે. સુરેન્દ્રનગરમાં સાંસદ તરીકે મહેન્દ્રભાઇ મુંજપરા છે. તેમની જગ્યાએ જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાનું વધુ મજબૂત નામ આગળ ધરવાનું શરુ કરાયું છે.

ભાવનગરથી ‘આપ’ દ્વારા બોટાદના કોળી ધારાસભ્યો ઉમેશભાઇ મકવાણાને લોકસભાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. અહીં ભારતીબેન શિયાળ ભાજપના સાંસદ છે. રાજ્યસભામાં મનસુખભાઇ માંડવીયાની છ વર્ષની ટર્મ પુરી થવા આવી છે ત્યારે ભાજપ ફરી કોળી ઉમેદવારને ટીકીટ આપે તો પોરબંદરમાં લેઉવા સમાજના મનસુખભાઇ માંડવીયાને પાર્ટી ટીકીટ આપી શકે છે.

પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ ગત વિધાનસભાની ચૂંટણી વખતે વટવાથી ટીકીટ માંગી હતી પરંતુ તેમનો વારો આવ્યો ન હતો. હવે તેમના સમર્થકોએ અમદાવાદ પૂર્વ અને ડીસાથી લોકસભાની ચૂંટણી લડવા રસ દાખવ્યો છે. આજે સેન્સ પ્રક્રિયામાં તેમના સમર્થકોએ આ માંગ દોહરાવી હતી.  આમ સૌરાષ્ટ્રની અમુક બેઠક પર જ્ઞાતિના સમીકરણોના કારણે આશ્ર્ચર્ય સર્જાઇ તેમ છે. તો અમદાવાદ તરફ પણ નવા નવા દાવા સામે આવી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj