સુપ્રિમના પ્રતિબંધ પૂર્વે સરકારે રૂા.8350 કરોડના ઇલેક્શન બોન્ડ છાપી નાખ્યા હતા

India | 28 February, 2024 | 04:19 PM
કુલ રૂા.35660 કરોડના ઇલેકશન બોન્ડ વેચાયા: સ્ટેટ બેંકને કમિશન પેટે રૂા.12.04 કરોડ મળ્યા
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.28
સુપ્રિમ કોર્ટ દ્વારા એક તરફ ઇલેકશન બોન્ડ સામે સ્ટે આપી દેવામાં આવ્યો છે તે વચ્ચે પણ સરકારે આ બોન્ડનું પ્રિન્ટીંગ ચાલુ રાખીને આશ્ચર્ય સર્જ્યું છે. સુપ્રિમ કોર્ટના પ્રતિબંધ પૂર્વે સરકારે 8350 કરોડના ઇલેકશન બોન્ડ છાપી નાખ્યા હતા.

અત્યાર સુધીમાં સરકારે રુા. 35660 કરોડ બોન્ડ છાપ્યા છે જેમાં 10 લાખની ફેસ વેલ્યુ ધરાવતા 26 હજાર બોન્ડ અને એક કરોડની ફેસ વેલ્યુ ધરાવતા 33 હજાર બોન્ડ છાપ્યા હતા. સરકાર 2018માં આ યોજના લોન્ચ કરી હતી પરંતુ હાલમાં સર્વોચ્ચ અદાલતે ઇલેક્શન બોન્ડને ચૂંટણી વ્યવસ્થામાં પારદર્શકતાની વિરુધ્ધ ગણાવીને તેના પર સ્ટે આપી દીધો છે.

સરકારની સત્તાવાર માહિતી મુજબ ઇલેકશન બોન્ડનો કુલ ખર્ચો 13.94 કરોડનો થયો છે. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇલેકશન બોન્ડ વેચવા માટે રુા. 12.04 કરોડનો ચાર્જ વસુલ્યો છે.

તે પોતાનું કમિશન ઉપરાંત જીએસટી પણ વસુલે છે. બીજી તરફ સુપ્રિમ કોર્ટે જે રીતે ઇલેકશન બોન્ડની વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો છે તે વચ્ચે હજુ સુધી સ્ટેટ બેંકે આ પ્રકારની માહિતી આપી હોવા અંગે કોઇ અહેવાલ નથી. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj