વડાપ્રધાનના આગમન પહેલા ફૂલ ફલેજ કોન-વે સાથે કરાયું રિહર્સલ

Saurashtra | Jamnagar | 24 February, 2024 | 03:03 PM
સાંજ સમાચાર

દ્વારકાના સિગ્નેચર બ્રિજના લોકાર્પણ અર્થે આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી હાલારના પ્રવાસે પધારી રહ્યા છે. આજે તેઓ જામનગરમાં રોડ શો અને રાત્રી રોકાણ કરશે. ત્યારે વડાપ્રધાનના આગમનના 24 કલાક અગાઉ વડાપ્રધાનનો ફૂલ ફ્લેજ કોન વે સાથે રિહર્ષલ કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાનના આગમનને લઈ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

ગઈકાલે સાંજે ફૂલ ફ્લેજ કોનવેમાં જામનગર પોલીસ અને વહીવટી તંત્ર જોડાયું હતું. એલસીબી એસઓજી સહિત તમામ શાખાઓ તેમજ 108 એમ્બ્યુલન્સ અને મહાનગરપાલિકા તેમજ વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયતની શાખાઓ જોડાઈ હતી.

સાથે ડોગ સ્કોર તેમજ ફાયર બ્રિગેડની ગાડીઓ અને વડાપ્રધાન જે ગાડીમાં સવાર થવાના છે તે બુલેટ પ્રુફ ગાડીઓ સહિત 25 થી વધુ ગાડીનો કાફલો રિહર્સલ માં જોડાયો હતો. (તસ્વીર: હિતેષ મકવાણા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj