લોકાર્પણ સાથે જ ઝનાના હોસ્પિટલનો લાભ લોકોને મળવા લાગ્યો, 55 દર્દી દાખલ થયા

Local | Rajkot | 26 February, 2024 | 05:22 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.26
ગઈકાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટમાં ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. તે સાથે જ ઝનાના હોસ્પિટલનો લાભ લોકોને મળવા લાગ્યો છે, અહીં આજે બપોર સુધીમાં 55 દર્દી દાખલ થયા છે. ઓપીડીનો 478 દર્દીએ લાભ લીધો હતો.

આ હોસ્પિટલ 120 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. જેમાં સૌરાષ્ટ્રની પ્રથમ હ્યુમન મિલ્ક બેંક છે. 8 ઓપરેશન થિએટર, માતાઓ - બાળકો માટે અલગ અલગ આઇસીયુ, પીડિયાટ્રિક હાઈ રિસ્ક ક્લિનિક, કુપોષિત બાળકો માટે એનસીઆર સેન્ટર, દિવ્યાંગ બાળકો માટે અલગ સારવાર કેન્દ્ર છે. જૂની ઝનાનામાં આશરે 457 બેડ હતા, હવે 793 બેડ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું કે, આ નવી હોસ્પિટલમાં મહિલા - બાળકોને લગતી મેડિકલ ઇમરજન્સી સેવા, સગર્ભા અને સ્ત્રી રોગની સારવાર તેમજ કુટુંબનિયોજનને લગતી સુવિધા ઉપલબ્ધ થશે.  આ હોસ્પિટલમાં મહિલાઓ, સગર્ભા બહેનો, નવજાત શિશુ, મોટા બાળકો સારવાર લઈ શકશે. અત્રે મહિલાઓ માટે આઇસીયુ, નવજાત માટે આઇસીયુ અને બાળકો માટે આઇસીયુની સુવિધા છે.

ઉપરાંત હિમોફિલિયા, થેલેસીમિયા, જેવા રોગો માટે સ્પેશ્યલાઈઝ વોર્ડ, કુપોષિત બાળકો માટે એનસીઆર સેન્ટર અને દિવ્યાંગ બાળકો માટે ડીઈઆઈસી વિભાગ કાર્યરત હશે. રાજકોટ તેમજ સૌરાષ્ટ્રવાસીઓને આ તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ત્રિવેદીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

હોસ્પિટલનું લોકાર્પણ થતા જ ગાયનેક વિભાગમાં ઓપીડીના 247 દર્દી અને પીડિયાટ્રિકના 231 દર્દીએ લાભ લીધો. ઉપરાંત આઈપીડીમાં ગાયનેક વિભાગમાં 28 દર્દી અને પીડિયાટ્રિકમાં 27 દર્દી સારવાર માટે દાખલ થયા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj