ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ માટે 9228 કરોડની જોગવાઇ

MSME ને લાભ: યુવા-ઉદ્યોગ સાહસિકોને ‘કોલેરેટરલ ફ્રી’ લોન માટે ખાસ ફંડ

Business, Gujarat | Ahmedabad | 02 February, 2024 | 05:21 PM
ઇમીટેશન, જ્વેલરી, મેડીકલ ડિવાઇસ, બલ્ક ડ્રગ્ઝ પાર્ટી માટે 136 કરોડ ફાળવાયા
સાંજ સમાચાર

ગાંધીનગર,તા.2
રાજયના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરનાર ઉદ્યોગ ક્ષેત્ર ઉત્તરોત્તર પ્રગતિ કરે, તે સરકારનો ધ્યેય છે. ન્યુએજ ઇન્ડ્રસ્ટીઝ થકી ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહિત કરી આત્મનિર્ભર ભારત બનાવવા સરળ નીતિઓ, નાણાકીય પ્રોત્સાહન અને કાયદાકીય મંજૂરીઓમાં સરળતા માટે અમારી સરકાર દ્વારા પગલાં લેવામાં આવશે.

સ્પેસ સેક્ટરને લગતી અર્થવ્યવસ્થાના વિકાસ માટે ખોરજ, અમદાવાદ ખાતે તબક્કાવાર ‘Manufacturing Hub' બનાવવામાં આવશે.ટેક્સટાઈલ નીતિ હેઠળ ટેક્સટાઈલ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે ‘1600 કરોડની જોગવાઈ.સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને આત્મનિર્ભર ગુજરાત નીતિ અંતર્ગત પ્રોત્સાહન માટે ‘1550 કરોડની જોગવાઈ.મોટા કદના ઉદ્યોગોને પ્રોત્સાહન માટે ‘1145 કરોડની જોગવાઈ.

ઔદ્યોગિક વસાહતોના ટ્રીટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા અને માળખાકીય સગવડોનો વિકાસ કરી ડીપ-સી પાઇપલાઇનો નાખવા માટે ‘440 કરોડની જોગવાઇ.સ્ટાર્ટઅપની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા યોજનાકીય કામગીરી માટે ‘120 કરોડની જોગવાઈ.લોજિસ્ટીક ખર્ચ ઘટાડવા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ, રફાળેશ્વર અને જૂના બેડી પોર્ટ ખાતે વિકસિત કરવા ‘100 કરોડની જોગવાઈ. 

GIDC  વસાહતોના સુદ્રઢીકરણ માટે તેમજ પ્લગ એન્ડ પ્લે સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક જેવા કે બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઈસીસ પાર્ક, ઈમીટેશન જ્વેલરી પાર્ક વિકસાવવા માટે ‘136 કરોડની જોગવાઈ.લોજિસ્ટીક ફેસિલિટીમાં વધારો કરવા ઔદ્યોગિક અને આંતરિક માળખાકીય સુવિધાઓ સુદ્રઢ  કરવા ‘25 કરોડની જોગવાઈ.સરક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવા, ઔદ્યોગિક પ્રદૂષિત પાણીને રિસાયકલ કરવા, કોમન સ્પ્રે ડ્રાઈંગ સિસ્ટમ ઊભી કરવા તેમજ હવા-પાણીના પ્રદૂષણ માટેની મોનિટરીંગ સિસ્ટમ ઊભી કરવા માટે ‘90 કરોડની જોગવાઈ.

ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયોન ખાતે વિવિધ આંતરમાળખાકીય કામો ઉપરાંત સામાજિક સવલતો ઉભી કરવા માટે ‘62 કરોડની જોગવાઈ. ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર એમ.એસ.ઈ. યોજના અંતર્ગત યુવા તથા મહિલા ઉદ્યોગસાહસિકો તેમજ MSME ને કોલેરેટરલ ફ્રી લોન આપવા માટે કોર્પસ ફંડ ઉભુ કરવા ‘25 કરોડની જોગવાઈ. નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સુવિધા આપવા અને સિન્થેટીક ડાયમંડના વિકાસ માટે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા ‘7 કરોડની જોગવાઈ.
કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ

One District One Product (ODOP) સહાય યોજના અંતર્ગત કારીગરોના સર્વાંગી વિકાસ માટેનું આયોજન. પી.એમ.વિશ્ર્વકર્મા યોજના સાથે સમરૂપતા જાળવવા અને માનવ કલ્યાણ/ગરિમા યોજનાને વધુ અસરકારક બનાવવાનું આયોજન.વાજપાઇ બેંકેબલ યોજના અન્વયે 42 હજાર લાભાર્થીઓ માટે ધિરાણ અને સબસીડી સહાય આપવા ‘262 કરોડની જોગવાઇ.માનવ કલ્યાણ યોજના અન્વયે વિવિધ ટ્રેડ માટે અંદાજિત 35 હજાર લાભાર્થીઓ માટે ‘53 કરોડની જોગવાઇ.

► ટેક્સટાઇલ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે 1600 કરોડ
► ઔદ્યોગિક વસાહતોના ગંદાપાણીના નિકાલ માટે ડીપ-સી પાઇપલાઇન
► રફાળેશ્વર તથા જુના બેડી પોર્ટ ખાતે ગતિશક્તિ કાર્ગો ટર્મીનલ
► હવા-પાણીના પ્રદૂષણ માટે મોનીટરીંગ સિસ્ટમ
► સિન્થેટીક ડાયમંડ ક્ષેત્રના વિકાસ માટે સેન્ટર ઓફ એક્સલન્સ

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj