રાત્રે 10 વાગ્યે રાજકોટ ભાજપની બેઠક શરૂ થઈ, 7 મિનિટમાં પૂરી

ભરત બોધરા ભાજપ સંગઠનની ફર્સ્ટ ચોઈસ: રૂપાલાનું નામ નહિ પરંતુ મળી શકે છે સરપ્રાઇઝ

Gujarat, Politics | Ahmedabad | 28 February, 2024 | 04:37 PM
► 18 માંથી 13 નામો દિલ્હી મોકલાયા : CM, CR, વિજય રૂપાણી, સહિતના નેતાઓએ નામો માટે શહેર જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે ચર્ચા કરી: બપોરે 4 વાગ્યે મંત્રી રાઘવજીભાઈના બંગલા પર મળેલી બેઠકમાં પાંચ નામો પર કાતર લાગી
સાંજ સમાચાર

ગાંધીનગર : ગત શનિ તથા રવિવારે વડાપ્રધાન મોદી  સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા. રવિવારે સાંજે તેઓ પરત દિલ્હી ફર્યા અને હજુ સૌરાષ્ટ્ર ભાજપના નેતાઓ આરામ કરે ત્યાં રાત્રીના 9 વાગ્યે તેમના ફોન શરૂ થયા. સોમવારે લોકસભા બેઠક માટે અર્જન્ટ સેન્સ પ્રક્રિયા લેવાશે અને આ છે ત્રણ નિરીક્ષકો તેવા સંગઠનને અને નેતાઓને મેસેજ આવવા લાગ્યા. આ સાથે દાવેદારો પણ તરત જ કામે લાગ્યા પોતાની બાયો ડેટા બનાવવા લાગ્યા.

અમુક નિરીક્ષકો મોડી રાત્રે તો અમુક વહેલી સવારે પોતાના નિર્ધારિત સ્થળ પર પહોંચ્યા. આ સાથે સ્થાનિક સેન્સ પ્રકિયા શરૂ થઈ. રાજકોટ લોકસભા બેઠક માટે રાજ્યસભાના સંસદસભ્ય મયંક નાયક, માલતીબેન મહેશ્વરી અને કાનાજી ઠાકોરએ દાવેદારોને મળ્યા હતા. અહીંયાથી 18 જેટલા નામોની યાદી સાથે સંગઠન અને નિરીક્ષકો ગઈકાલે ગાંધીનગર પહોંચ્યા હતા.

ગાંધીનગરમાં સૌપ્રથમ બપોરે 4 કલાકે કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલના નિવાસસ્થાને બેઠક મળી હતી જેમાં ભાજપ શહેર જિલ્લા સંગઠન, સાંસદો, ધારાસભ્યો હાજર હતા. આ બેઠકમાં સર્વસંમતિથી પાંચ નામો કપાયા હતા. પાંચ નામોમાં યોગેશ પાંચાણી, યોગેશ ભૂવા, સોનલબેન સપોવડિયા અને જ્યોતિબેન ટીલવાનું નામ સમાવેશ થાય છે.

ત્યારબાદ મિટિંગ પૂર્વ થતા 13 નામોની યાદી સાથે રાત્રે 10 વાગ્યે પોતાની લોકસભા બેઠકના ટર્ન મુજબ રાજકોટ માટેની મીટીંગ શરૂ થઈ. પ્રદેશ પર્લામેંન્ટ્રી બોર્ડની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રમુખ પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, મહામંત્રી વિનોદ ચાવડા, રજની પટેલ, ભરત બોઘરા, સુરેન્દ્ર કાકા, સહિતના વરિષ્ઠ નેતાઓ સામેલ હોય.

તેમાં ભાજપ સંગઠન અને નિરીક્ષકો દ્વારા 13 નામો મુકાયા જેમાં સૌપ્રથમ નામ વર્તમાન સંસદ સભ્યનું હોય જે છે મોહન કુંડારિયા. ત્યારબાદ સર્વ સ્વીકૃત નામ તરીકે ડો. ભરત બોઘરાનું નામ આગળ આવ્યું. ગોવિંદ પટેલ, પુષ્કર પટેલ, બાવનજીભાઈ મેતલિયા, જગદીશ કોટડીયા, ધનસુખ ભંડેરી, પ્રજ્ઞેશ પટેલ (વાંકાનેર) મંજુલાબેન દેત્રોજા (મોરબી), ડો.દીપિકાબેન સરડવા, કિરણબેન માંકડિયા સહિતના આગેવાનોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ નામો આગળ દિલ્હી પ્રદેશ પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા લઈ જવામાં આવ્યા છે. 

રૂપાલાનું નામ લિસ્ટમાં નહોતું, ન તો થઈ ચર્ચા પરંતુ સીધા દિલ્હીથી જાહેરાત શક્ય
ગાંધીનગર : ગઈકાલે પ્રદેશ પાર્લામેન્ટરી બેઠકમાં રાજકોટ બેઠક માટે થયેલ ચર્ચામાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના નામની ચર્ચા નહોતી થઈ અને ફકત 13 નામો પર મહોર લાગી અને દિલ્હી મોકલ્યા હતા. ત્યારે એવું મનાય છે કે આ 13 નામો માંથી પણ જો અલગ નામ દિલ્હી હાઇકમાંડે વિચાર્યું હોય તો તે પણ શક્ય બને. ભાજપ હમેશા કઈક નવું અને અલગ કરવા માટે જાણીતું છે. ત્યારે રાજકોટ થી કડવા પટેલ સમાજના નેતા, મંત્રી રૂપાલાને ટિકિટ આપી શકે છે.

બેઠકમાં પૂછ્યું મોહનભાઈ કેમ નહિ ?, નવો ચેહરો આપો .. 
ડો. બોઘરાનું સર્વસ્વીકૃત નામ છે, સાંભળતા જ એક મોટા નેતાનો ચેહરાનો રંગ બદલાયો

ગાંધીનગર : ગઈકાલે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક યોજાઇ હતી અને તેમાં રાજકોટ સહિત તમામ 26 બેઠકોના નામ ચર્ચાયા હતા. રાજકોટનો બેઠકમાં વારો રાત્રીના 10 વાગ્યે આવ્યો હતો જેમાં 13 નામોની ચર્ચા થઈ. સૌપ્રથમ વર્તમાન સંસદ સભ્ય કેમ નહિ તેવો પ્રશ્ન પૂછ્યો, શું તેમનું કામ બરોબર નથી ? ત્યારે જવાબ મળ્યો કે કામ અંગે વાંધો નથી પણ હવે નવો ચેહરો આપો, બે ટર્મ થી સાંસદ છે.

તો બીજું નામ કયું, તો રાજકોટ થી ગયેલ ટીમ દ્વારા ડો. ભરત બોઘરાનું નામ અપાયું. ત્યારે બેઠેલા વરિષ્ઠ નેતાઓમાં થી એકનો ચેહરા નો રંગ બદલાયો. વધુ ચર્ચા થાય તે પૂર્વે ફકત સાત મિનિટમાં બેઠક પૂર્ણ થઈ હતી.

ઉલ્લેખનિય છે કે જે કોઈ દાવેદાર હોય અને તે સંગઠનમાં જવાબદારી સંભાળતા હોય તો તે બેઠકમાં હાજરી ન આપે. એટલે રાજકોટ ની ચર્ચા વખતે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરા અને પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ દીપિકાબેન સરડવા ઉપસ્થિત ન થવાનું હોય.

◙ કપાયેલા નામ 
► યોગેશ ભૂવા
► યોગેશ પાંચાણી
► જ્યોતિબેન ટીલવા
► સોનલબેન સાપોવડીયા 

◙ દિલ્હી મોકલાયેલા નામ 
મોહન કુંડારિયા, ભરત બોઘરા, ગોવિંદ પટેલ, ધનસુખ ભંડેરી, પુષ્કર પટેલ, બાવનજી મેતલિયા, જગદીશ કોટડીયા, પ્રજ્ઞેશ પટેલ, મંજુલાબેન દેત્રોજા, દિપીકાબેન સરડવા, કિરણબેન માંકડિયા

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj