ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્ર કેસરી પૂ.પ્રાણલાલજી મ.ની જન્મભૂમિ

વેરાવળમાં ઉપાશ્રયના નૂતનિકરણના ભૂમિ પૂજનનો અવસર ઉજવાયો: જૈન અગ્રણીઓની ઉપસ્થિતિ

Local | Veraval | 02 April, 2024 | 02:32 PM
સાંજ સમાચાર

વેરાવળ, તા.2
 

ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય ગુરુદેવ પ્રાણલાલજી મહારાજ સાહેબની જન્મભૂમિ એવા વેરાવળ સંઘમાં રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત ઉપાશ્રય નૂતનિકરણનો ભૂમિપૂજન અવસર યોજાયો હતો. 

જયકાર ગજાવતી શોભાયાત્રામાં અને પૂજ્ય સાધ્વીવૃંદના સાંનિધ્યે મંત્ર જપ સાધના સાથે યોજાયેલા આ અવસરમાં મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયાં હતા. આ તકે નમ્રમુનિ એ ત્યાગથી કરેલા કોઈપણ કાર્યની શરૂઆત સહજતાથી તે કાર્યને નિર્વિઘ્નતા સુધી પહોંચાડે છે તેમ જણાવેલ હતું. જેમના પુણ્યવંતા નામે બહોળો સંયમી પરિવાર જિનશાસનની ગરિમાને પ્રસારિત કરી રહ્યો છે એવા ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય ગુરુદેવ પ્રાણલાલજી મહારાજ સાહેબના જન્મસ્થાન એવા વેરાવળની ભૂમિ પર વેરાવળ સ્થાનકવાસી જૈન સંઘના પાવન આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ઉપાશ્રય નૂતનિકરણનો ભૂમિપૂજન અવસર ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં આનંદ, ઉત્સાહ અને ભક્તિભાવે ઉજવાયો હતો. 
પૂજ્ય શ્રી સુમતિબાઈ મહાસતીજી, પૂજ્ય હસ્મિતાબાઈ મહાસતીજી, પૂજ્ય અજિતાભાઈ મહાસતીજી, પૂજ્ય રશ્મિતાબાઈ મહાસતીજી, પૂજ્ય સુજિતાબાઇ મહાસતીજી, પૂજ્ય અંજીતાબાઈ મહાસતીજી આદિ સાધ્વીવૃંદની પાવન ઉપસ્થિતિમાં રાજકોટ, ગોંડલ, ચોરવાડ, બગસરા, પોરબંદર, ચાવંડ આદિ અનેક સંઘોના ભાવિકોની ઉપસ્થિતિમાં ‘શેઠ શ્રી સોભેચંદ કરસનજી’, ‘અ.સૌ.હેમાક્ષીબેન રમેશભાઈ શાહ’ ઉપાશ્રય નૂતનિકરણનું ભૂમિપૂજન નમસ્કાર મહામંત્રની જપ સાધના સાથે શાસ્ત્રોકત વિધિપૂર્વક કરવામાં આવતા હર્ષ હર્ષ છવાયો હતો. લાઈવના માધ્યમે આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે આશીર્વચન ફરમાવતા કહ્યું હતું કે, ગુરુ પ્રાણલાલજી મહારાજ સાહેબની જન્મભૂમિ વેરાવળમાં ઉપાશ્રય નૂતનિકરણનું ભૂમિપૂજન થઈ રહ્યું છે ત્યારે અંતર આનંદ અનુભવી રહ્યા છીએ. 

થોડા જ સમયમાં વેરાવળ ગામમાં પ્રવેશ કરતા એક મહાદ્વારનું સર્જન થઈ રહ્યું છે જેનું નામકરણ થશે, સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણ મહાદ્વાર સ્વરૂપે!! એ સાથે જ પૂજ્ય રશ્મિબાઈ મહાસતીજી, પૂજ્ય સુજિતાબાઈ મહાસતીજી આદિએ પૂજ્ય ગુરુદેવ પ્રાણલાલજી મહારાજ સાહેબના સુસંસ્મરણ સાથે પ્રાસંગિક પ્રવચન આપી ઉપાશ્રય નૂતનની કરણની શુભેચ્છા આપી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj