દિલ્હીથી પરત આવતાવેંત મુખ્યમંત્રીની બેઠક સૂચક

રૂપાલા વિવાદ શાંત પાડવા ભુપેન્દ્ર પટેલ-પાટીલ મેદાને : ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક

Gujarat | Ahmedabad | 02 April, 2024 | 11:23 AM
મોદીની ‘સૂચના’ મુજબ મીટીંગ ? સમાધાન કેવી રીતે શકય બને સહિતના મુદ્દે ચર્ચા
સાંજ સમાચાર

ગાંધીનગર, તા. 2
લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે જ વિવાદાસ્પદ વિધાનોનો વિવાદ વધુને વધુ સ્ફોટક બની રહ્યો છે ત્યારે હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મેદાને આવ્યા છે. દિલ્હીથી પરત ફરતાવેંત તેઓએ ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજના અનેકવિધ  રાજકીય તર્કવિતર્ક થવા લાગ્યા છે. 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગઇકાલે દિલ્હી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. રાજકોટના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વિવાદાસ્પદ વિધાનોથી સર્જાયેલી હાલત અંગે તેઓએ વડાપ્રધાનને વાકેફ કર્યા હોવાનું કહેવાય છે. રાત્રે દિલ્હીથી પરત ફર્યા બાદ આજે ભાજપના સક્રિય આગેવાનો સાથે બેઠક રાખતા રાજકીય ચર્ચાએ જોર પકડયું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના ક્ષત્રિય નેતાઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા,  કિરીટસિંહ રાણા, બળવંતસિંહ રાજપૂત, જયરાજસિંહ રાણા વગેરે સાથે બેઠક કરી હતી. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ક્ષત્રિય નેતાઓને જ મીટીંગમાં તેડાવાયા હોવાથી રૂપાલા વિવાદ વિશે બેઠક યોજવામાં આવી હોવાનું સ્પષ્ટ છે. એવી રાજકીય ચર્ચા છે કે રૂપાલા-ક્ષત્રિય સમાજના વિવાદમાં કઇ રીતે સમાધાન  શકય બને તે વિશે બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે. 

ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ વિધાન કરનારા રૂપાલાએ બે વખત માફી માંગી હોવા છતાં વિવાદનો કોઇ અંત આવ્યો નથી. વિપરીતપણે વિવાદ વધુ ભડકયો છે. રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવે તો જ તેને સજા ગણાશે તેવું સમાજે ખુલ્લેઆમ જાહેર કર્યુ છે.

બીજી તરફ ભાજપ રૂપાલાને બદલવાના મુડમાં નથી. બે બેઠકો પર અગાઉ ઉમેદવાર બદલનાર ભાજપને એવો ડર છે કે હવે રૂપાલાને બદલવામાં આવે તો અન્ય બેઠકોમાં પ્રવર્તતો અસંતોષ પણ વધુ વકરી શકે અને સતાવાર ઉમેદવારોના વિરોધીઓ વધુ જોરમાં આવી શકે છે.

રૂપાલા વિવાદને શાંત કેવી રીતે પાડી શકાય અને કેવા સંજોગોમાં સમાધાન શકય બને તે વિશે બેઠકમાં ચર્ચા થવાનું મનાય છે. ક્ષત્રિય સમાજે રાજકોટમાં પ લાખ લોકોનું સંમેલન બોલાવવાની જાહેરાત કરી હોવાનું ઉલ્લેખનીય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj