બજેટ મોટુ, ખર્ચ નાનો! રાજય સરકારે 8 માસમાં માત્ર 50.93 ટકા વાપર્યા

Government, Gujarat, Top News | Ahmedabad | 12 December, 2023 | 10:07 AM
◙ મહેસુલ વિભાગે બજેટ ફાળવણીમાંથી માત્ર 22.89 ટકાનો જ ખર્ચ કર્યો: કલાયમેટ ચેન્જ, ઉર્જા-પેટ્રોકેમીકલ્સ, સાયન્સ-ટેકનોલોજી તથા રોજગાર વિભાગનો પણ ખર્ચ ઓછો
સાંજ સમાચાર

◙ રમતગમત વિભાગે ફાળવણી કરતા પણ વધુ (105.41 ટકા) નાણા વાપરી નાખ્યા: ગૃહવિભાગનો 66.10 ટકા, શિક્ષણ વિભાગનો 65.98 ટકા તથા મહિલા-બાળવિકાસ મંત્રાલયનો 60 ટકાથી વધુ ખર્ચ ગાંધીનગર,તા.12 રાજય સરકારના બજેટનું કદ વર્ષોવર્ષ ઘણુ મોટુ થઈ રહ્યુ હોવા છતાં વાસ્તવિક ખર્ચ પ્રમાણમાં ઘણો ઓછો રહેતો હોય છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિના પુર્ણ થવાના આરે છે ત્યારે પણ સરકારનો ખર્ચ બજેટ ફાળવણીથી માત્ર 50.96 ટકા જ રહ્યો છે. અમુક વિભાગોમાં તો માંડ 25 ટકાનો ખર્ચ કર્યો છે જયારે રમતગમત વિભાગનો ખર્ચ ફાળવણી કરતા પણ વધી ગયો છે. રાજય સરકારના વિભાગવાર ખર્ચના સતાવાર આંકડાકીય રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં બજેટ ફાળવણીનો 50.96 ટકાનો ખર્ચ કરાયો છે. મહેસુલ વિભાગે ફાળવેલા નાણમાંથી માત્ર 22.89 ટકા વાપર્યા છે. કલાયમેટ ચેન્જ વિભાગે 26.79 ટકા ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગે 29.98 ટકા, વિજ્ઞાન-ટેકનોલોજી વિભાગે 34.38 ટકા તથા શ્રમ-રોજગાર મંત્રાલયનો 34.76 ટકા ખર્ચ રહ્યો છે. સૌથી વધુ 105.41 ટકા ખર્ચ રમતગમત-યુવક અને સાંસ્કૃતિક વિભાગનો થયો છે. વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગે 73.38 ટકા, ગૃહવિભાગે 66.10 ટકા, શિક્ષણ વિભાગે 65.98 ટકા તથા મહિલા-બાળવિકાસ વિભાગે 61.52 ટકાનો ખર્ચ કર્યો છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (કેગ)નો રિપોર્ટ મુકાયો હતો તેમાં પણ એવી ટકોર કરવામાં આવી હતી કે રાજય સરકારે વાસ્તવિક બજેટ તૈયાર કરવું જોઈએ. સરકારી વિભાગની જરૂરિયાત તથા ફાળવેલા નાણાનો ઉપયોગ કરવાની ક્ષમતા ચકાસવી જોઈએ. બજેટ ફાળવણીના અમલીકરણ તથા મોનીટરીંગ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવી જોઈએ જેથી ગ્રાન્ટમાં બચતની યોગ્ય સમયે માહિતી મળી શકે અને નિશ્ચિત સમયમાં તે નાણાં પરત કરી શકાય. કેગ દ્વારા એવી પણ નોંધ કરવામાં આવી હતી કે રાજય સરકારના વિવિધ વિભાગો જુદી-જુદી સ્કીમ અને પ્રવૃતિઓના નામે વધારાની નાણાકીય ફાળવણીની માંગ કરતા હોય છે પરંતુ વાસ્તવમાં બજેટની મૂળ ફાળવણી જેટલો પણ ખર્ચ થતો નથી અને પૂરક ડીમાંડ રજુ કરવામાં આવી હતી. પરિણામે વણવપરાયેલ ફંડનો પણ ઉપયોગ શકય બનતો નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj