રાજકોટ, તા.14
લગ્નમાં ખોટા ખર્ચ ઘટાડવા કચ્છના આહિર સમાજનો મોટો નિર્ણય, સોનાની લેતી-દેતી પર મુકી દીધો પ્રતિબંધ છે. આજકાલ લગ્નમાં લાખ્ખો રૂપિયા પાણીની જેમ વપરાઇ જાય છે. માત્ર જમણવારનો ખર્ચ જ દોઢથી બે લાખ જેટલો થતો હોય છે...
એ તો ઠીક સમાજના ચાલતા રીતરીવાજ પ્રમાણે સોનાની લેતી-દેતીમાં આર્થિક રીતે નબળો પરિવાર દીકરા કે દીકરીના લગ્ન કરાવવામાં મોટા દેવામાં ડૂબી જતો હોય છે.આ બધા વચ્ચે કચ્છના લોડાઇ પ્રાથરીયા આહીર સમાજ દ્વારા એક ખુબજ સુંદર નિર્ણય લેવાયો છે.
જેમાં સમાજે લગ્નમાં સોનાના દાગીનાની લેતી દેતી પર પ્રતિબંધ લગાવી દીધો છે. સોનાના ભાવ હાલ આસમાને છે...આવા સંજોગોમાં સોનાની લેતી-દેતી દરેક પરિવારને પરવડતી નથી..
વ્યવહાર અને રીત રીવાજોની સાચવણીમાં કોઇ આર્થિક રીતે સામાન્ય આહિર પરિવાર મુંઝવણમાં ન મુકાય કે દેવામાં ન ડૂબી જાય તે માટે આ ઉમદા નિર્ણય લેવાયો છે.
લોડાઇ પ્રાથરીયા આહીર સમાજમાં આ ઉપરાંત પણ બીજા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે, જેના પર નજર કરીએ. જમણવારમાં 6 થી વધુ વાનગીઓ રાખવા પર 2.51 લાખનો દંડ. વરરાજા લગ્નમાં શેરવાની પહેરેતો 1 લાખનો દંડ. હલ્દી - મહેંદી તેમજ પ્રિ-વેડિંગ પર પણ પ્રતિબંધનો સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy