યુપીમાં મોદીની સુરક્ષામાં મોટી ચૂક: શંકાસ્પદ યુવક પીએમની કોટેજમાં ઘુસી ગયો

India, Politics | 18 May, 2024 | 02:53 PM
યુવક પાસેથી ગૃહ મંત્રાલયનું બોગસ કાર્ડ મળ્યું: યુવાન ભાજપના નેતાનો જ ભાઈ હોવાનો ખુલાસો
સાંજ સમાચાર

ફતેહપુર (ઉત્તર પ્રદેશ), તા.18
અત્રે વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક બહાર આવતા હડકંપ મચી ગયો હતો. પીએમ મોદી માટે બનાવેલી એક કોટેજમાં સુરક્ષાનો ઘેરા તોડીને એક યુવક પહોંચી ગયો હતો જેને એસપીજીએ ઝડપી પાડ્યો હતો અને યુવક પાસેથી ગૃહ મંત્રાલયનું બોગસ કાર્ડ મળી આવ્યું હતું.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત ફતેહપુર લોકસભા સીટ પર પાંચમા ચરણનું વોટીંગ 20મી મેએ થનાર છે. શુક્રવારે વડાપ્રધાન મોદી અહીં આયોજિત જનસભામાં પહોંચ્યા હતા. શુક્રવારે બપોરે વડાપ્રધાન મોદી ફતેહપુરમાં આયોજિત એક જનસભામાં પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદી માટે બનાવવામાં આવેક એક કોટેજમાં એક યુવક સુરક્ષાનો ઘેરો તોડીને અનઅધિકૃત રીતે ઘુસતા અફડાતફડી મચી ગઇ હતી.

જો કે વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત કમાન્ડોની નજરથી યુવક બચી નહોતો શક્યો અને યુવકને એસપીજી કમાન્ડોએ પકડી પોલીસને સોંપ્યો હતો. પોલીસે યુવકની તલાશી લેતા તેની પાસેથી ગૃહ મંત્રાલયનું બોગસ કાર્ડ પણ મળ્યું હતું.

એવું પણ બહાર આવ્યું છે કે, આ સંદિગ્ધ યુવક ભાજપના જ કોઇ નેતાનો ભાઇ છે. આ પહેલા પણ આ યુવક ભાજપના કાર્યક્રમોમાં અધિકારીઓ પર રોફ જમાવી ચૂક્યો છે. જો કે કોઇ શંકાસ્પદ મામલો બહાર ન આવતા ચેતવણી આપી યુવકને છોડી મુકાયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj