નાના એવા ગામની શાળાના વિદ્યાર્થીઓની મોટી પ્રગતિ

Local | Jamnagar | 18 May, 2024 | 03:12 PM
સાંજ સમાચાર

જામનગર તા.18

ધોરણ 10 અને ધો.12ના બોર્ડના પરિણામમાં લાલપુર તાલુકાની ઝાખર ગામની ખાનગી હાઈસ્કૂલના વિધાર્થીઓએ મેદાન માર્યું છે.જેથી હાઈસ્કૂલનું ધો.12 નું 92.28 ઝળહળતું આવ્યું  છે.તો એસ.સી.સી બોર્ડનું અંગ્રેજી માધ્યમનું 100 ટકા પરિણામ તો ધો.10નું ગુજરાતી માધ્યમનું  93.83 ટકા પરિણામ સાથે જિલ્લામાં ઝાખર ગામનો શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ઝાખર ગામના પાટિયા પાસે  ઓશિયાનીક માધ્યમિક અને ઉચ્ચતર માડબ્યમિક સ્કૂલ ગ્રામ્યકક્ષાએ સારું શિક્ષણ આપી રહી છે. ધોરણ 10 મા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે.ધોરણ 12માં ગુજરાતી માધ્યમમાં વિધાર્થીઓ શિક્ષણ મેળવામાં આવે છે. 

તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ 12 અને ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું.જેમાં લાલપુર તાલુકાની ઝાખર ગામની ઓશિયાનીક માધ્યમિક હાઈસ્કૂલના પરિણામ અંગે સ્કૂલના શિક્ષક રાજદીપ  નિબાર્ક એ માહિતી આપતા જણાવ્યું હતું કે  ધોરણ 10 નું અંગ્રેજી માધ્યમનું પરિણામ 100 ટકા આવ્યું છે.

હાઈસ્કૂલમાં  કુલ ચાર વિદ્યાર્થીઓ  હતા. તમામ પાસ થયા છે.જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 93.83 ટકા આવ્યું છે.જેમાં કુલ  16 વિધાર્થીઓમાંથી 15 વિધાર્થીઓએ સફળતા મેળવી છે.જેમાથી 14 વિધાર્થીઓ ફસ્ર્ટ કલાસ મેળવ્યો છે. ધોરણ 12 બોર્ડના પરિણામ14 પરીક્ષા આપી હતી જેમાંથી 13 વિદ્યાર્થીઓ પાસ થયા છે.તેમાં ફર્સ્ટ કલાસ 10 વિધાર્થીઓએ મેળવીને ગ્રામયકક્ષાની હાઈસ્કૂલોમાં શિક્ષણક્ષેત્રે સારી સફળતા મેળવી છે.

ધોરણ 10માં  જાડેજા અક્ષયરાજસિંહ દિલીપસિંહ જાડેજાએ 91.50 પીઆર પ્રાપ્ત કર્યા હોવાનું જણાવ્યું હતું.આ પરિણામ માટે તેઓ ત્રણ થી ચાર કલાક વાંચન તેમજ પેપર સોલ્યુશન થી લાભદાયક છે. બીજા નમબરે જાડેજા જાનવીબા ધર્મેન્દ્રસિંહ એ 86.42 પીઆર મેળવ્યો હતો.તેઓ શિક્ષકો અને તેંની બહેન માર્ગદર્શનના લીધે સારું પરિણામ મેળવ્યું છે.

ત્રીજા કિરપાલસિંહ  જાડેજા એ બોર્ડના પરિણામમાં પીઆર 85.80 ટકા મેળવ્યો છે. તેઓ આગળ સાયન્સમાં શિક્ષણની કારકિર્દી ધડવા માગે છે.ચોથા ક્રમે તારાબા દિલીપસિંહ જાડેજા એ 67.68  પી.આર મેળવ્યો છે.તેજ રીતે પાંચમા ક્રમે  ભાવિકા વનરાજભાઈ વાઘેલાએ 64.83 પીઆર પ્રાપ્ત કર્યો છે.

ધોરણ 10ના સારા પરિણામ અંગે હાઈસ્કૂલના શિક્ષક રણજીત સિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાઈસ્કૂલમાં દર મહિને ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હતું.તેમજ જે વિષયમાં વિધાર્થી નબળો હોય તે અંગે વ્યક્તિગત ધ્યાન આપતા હતા. બોર્ડના પેપર સટાઈલો અને વર્ષ દરમ્યાન 16 થી પેપર સટાઈલો જેમાં નબળુ અને ઓછા માર્ક લેનાર વિદ્યાર્થીઓને વિશેષ માગદર્શન શિક્ષકો દ્રારા આપવામાં આવતું હોય છે.

 ઓશિયાનીક હાઈસ્કૂલના ધોરણ 12ના બોર્ડના પરિણામ કુલ 14 વિધાર્થીઓમાંથી 13 વિધાર્થીઓ પાસ થયા છે.જેમાંથી ફર્સ્ટ કલાસ 10 વિધાર્થીઓએ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતી.જેમાં જાડેજા જ્યોતિબએ 95.29 પીઆર સાથે સફળતા પ્રાપ્ત કરી છે.તેઓએ ઇકોનોમિકના વિષયમાં 99 માર્ક પ્રાપ્ત કર્યા છે. બીજા ક્રમે જાડેજા દિગ્વિજય સિંહ એ 78.51 પીઆર પ્રાપ્ત કર્યા છે.તેઓ આગળ જીપીએસસીની પરીક્ષા પાસ કરીને મામલતદાર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્રીજ ક્રમે નિખિલ મહેતા એ 76.8 પીઆર પ્રાપ્તકર્યો છે.તે આગળ કોમર્સમાં શિક્ષણ મેળવીને શિક્ષક બનવાનું સ્વપ્ન છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj