મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને તબીબ દ્વારા જન્મદીનની ઉજવણી

Local | Morbi | 02 April, 2024 | 02:23 PM
સાંજ સમાચાર

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે.ત્યારે મુળ નવાગામ (લખધીરનગર) ના વતની અને હાલ મોરબી નિવાસી તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર કે જેઓ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી એમડી (મેડીસીન) માં અભ્યાસ કરી રહ્યા છે.તેમણે તેમના જન્મદીનની ઉજવણી આ સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને કરી હતી.તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહીને પોતાના હાથે જ પ્રસાદ વિતરણ પણ કર્યુ હતુ. શિક્ષક પ્રફુલ્લભાઈ સુંદરજીભાઈ ફેફરના પુત્ર ડો.પ્રિન્સ ફેફરે આ સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.

(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj