પ્રયાગરાજ તા.18
વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા સમાન મહાકુંભમાં એક તરફ રોજ લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી ઉમટી રહ્યા છે તે સમયે મહાકુંભમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ ગઈકાલે રાત્રે મોડે સુધી સુરક્ષા એજન્સીઓએ સેકટર નં.18 સહિતના વિસ્તારોમાં ડોગસ્કવોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિતની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
સમગ્ર સેકટર નં.18 ઉપરાંત કુંભના અન્ય સેકટરમાં પણ તલાશી લેવામાં આવી હતી. પરંતુ કાંઈ વાંધાજનક મળ્યુ ન હતુ. આ સપ્તાહે પ્રારંભ થયેલા કુંભમાં હજુ આગામી સમયમાં કરોડો શ્રદ્ધાળુઓ ઉમટવાના છે તે સમયે આ પ્રકારની ધમકીએ કુંભમાં ચિંતા ઉભી કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે બે વાગ્યે એક સ્થાનિક સ્થળે ફરજ પર રહેલા સફાઈ કામદારને સેકટર નં.18માં બોમ્બ હોવાની ધમકીનો ફોન મળ્યો હતો અને તુર્તજ તેણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
ધમકી આપનારે થોડા સમયમાં સેકટર નં.18માં બ્લાસ્ટ થશે તેવું જણાવ્યું હતું અને તુર્તજ અગાઉથી જ તૈયાર રહેલ પોલીસ અને સુરક્ષાની અલગ અલગ ટીમો સેકટર નં.18માં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. પરંતુ કયાંય કશુ મળ્યુ ન હતું. હવે ધમકી આપનારના કોલ નંબરના આધારે તેની ઓળખ કરવામાં આવી રહી છે.
આ ધમકીને પગલે મહાકુંભની સુરક્ષા વધારવામાં આવી છે અને સમગ્ર વિસ્તારને વધુ સુરક્ષા એજન્સીઓના હવાલે કરાઈ હતી.
મુખ્યમંત્રી યોગીનો કાર્યક્રમ સ્થગીત
પુર્વ ઉપરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વર્તમાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ પણ કુંભમેળામાં આવશે
પ્રયાગરાજ તા.18
મહાકુંભ મેળામાં મળેલી ધમકીને પગલે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ મૌની અમાવસ્યા સ્નાન પર્વની તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચવાના હતા.
પરંતુ તે સ્થગીત કરાયો હતો. શ્રી યોગી અખાડાઓ સાથે મેળા વિસ્તારનું પણ નિરીક્ષણ કરવાના હતા.
હવે તેઓ રવિવારે કે સોમવારે જશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથસિંઘ પણ કુંભમેળામાં પહોંચી રહ્યા છે. તેમની પણ સુરક્ષા અંગે વ્યવસ્થા થઈ છે. પુર્વ ઉપરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ કુંભમેળામાં આવશે. આમ એક પછી એક વીવીઆઈપીઓના આગમનથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy