માણાવદરના બાંટવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ચાંપરડાના મહંત મુક્તાનંદજી બાપુના 67માં પ્રાગટ્ય દિવસ નિમિતે તેમના તથા તાલુકા હેલ્થ ઓફીસ માણાવદર તથા બાંટવા ગામના તેમજ તાલુકાના લોકોના સહયોગથી બ્લડ ડોનેસન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં કુલ 45 દાતાઓએ બ્લડ ડોનેશન કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.બી.શ્રોફ, ચીફ ઓફિસ બોરખતરીયા, પ્રમુખ સુનીલભાઈ જેઠવાણી તેમજ ડો.સુરેજા અને સુપરવાઈઝર આર.પી.બોરખતરીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંટવાના તમામ સ્ટાફના પ્રયત્નોથીઆ કેમ્પને સફળ બનાવેલ હતો.(તસ્વીર/અહેવાલ : જીજ્ઞેશ પટેલ-માણાવદર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy