ઓડિસામાં બોટ દુર્ઘટના: આઠના મોત

India | 20 April, 2024 | 03:45 PM
સાંજ સમાચાર

ભુવનેશ્વર તા.20
ઓડીસાના રાયગઢ જિલ્લામાં એક બોટ દુર્ઘટનામાં આઠ લોકો માર્યા ગયા છે અને હજુ સર્ચ અભિયાન જારી છે. રાયગઢની મહાનદીમાં 50 લોકોને લઈ જતી એક બોટ ઓચિંતી જ ઉંધી વળી ગઈ હતી.

જેમાં તમામ લોકો પાણીમાં ખાબકયા હતા. હાલ આ બોટમાં પ્રવાસ કરી રહેલા લોકોમાં છતીસગઢના યાત્રાળુઓ હતા અને તેઓ અહીના પથરસેની મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી.

સાત લોકોના મૃતદેહ શોધી કઢાયા છે. એક વ્યક્તિ હજુ ગુમ છે જયારે બીજા તમામને બચાવી લેવાયા હોવાના સંકેત છે. રાજય સરકારે આ દુર્ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj