‘એનિમલ’નો વિલનનો રોલ બોબીને ફળ્યો: વાયઆરએફના સ્પાય યુનિવર્સમાં એન્ટ્રી

India, Entertainment | 30 March, 2024 | 04:42 PM
સાંજ સમાચાર

મુંબઈ તા.30
‘એનિમલ’ ફિલ્મમાં બોબી દેઓલના વિલનના રોલે સૌ પર છાપ પાડી હતી, આ કારણે તેને બેક ટુ બેક સાઉથની અનેક ફિલ્મો મળી રહી છે આ ફિલ્મોમાં પણ તે વિલનનો રોલ જ કરશે, સાઉથમાં સૂર્યાની ‘કંગુવા’ બાદ તેને વધુ એક મોટી ફિલ્મ મળી છે. બોબીની વાયઆરએફની સ્પાય યુનિવર્સમાં એન્ટ્રી થઈ છે.

રિપોર્ટ મુજબ સ્પાય યુનિવર્સની આગામી ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શરવરી વાઘની સામે બોબી ખતરનાક વિલન બનશે. સોર્ટ મુજબ મુજબ શિવ રવૈલના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ મહિલા જાસૂસની ભૂમિકા ભજવશે. શરવરી વાઘ રો એજન્ટ બનશે. બન્ને એક સાથે એક મિશનને અંજામ આપશે.

હવે આ ફિલ્મમાં આદિત્ય ચોપડાએ બોબી દેઓલને કાસ્ટ કર્યો છે. તે ખૂંખાર વિલનના રોલમાં નજરે પડશે. આ ફિલ્મ આદિત્ય ચોપરાની ખૂબ જ નજીકના કહેવાય છે. ફિલ્મનું પેપર વર્ક પૂરૂં થઈ ગયું છે. આ વર્ષે જ ફિલ્મનું શૂટીંગ શરૂ થશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj